પીપળીનાં વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

0
283

વલ્લભીપુર તાલુકાના પીપળ ગામે ગત તા.૫-૧-૨૦૧૬નાં રોજ સમુબેન વિઠ્ઠલભાઈ કુવાડીયા (ઉ.વ.૭૫)નામના વૃદ્ધા તેમનાં પીપળ ગામની સીમમાં આવેલ ખેતરમાં સવારના સુમારે આટો મારવા ગયા હતા અને મોડી સાંજ સુધી ઘરે પરત નહી આવતા પરિવારે શોધખોળ કરતા સમુબેનના કપડા ૬-૧-૨૦૧૬નાં રોજ પીપળ ગામની સીમમાં નટુભાઈની વાડીની સામે આવેલ પડતર જગ્યામાંથી મળી આવતા જે જગ્યાએથી સમુબેન લાશને ઢસડાયેલ હોય તેવા નિશાન મળી આવતા તે દિશામાં તપાસ કરતા સમુબેનની લાશ કાનપર ગામની સીમમાં અરવિંદભાઈ જોષીના ખેતરમાં અવાવરૂ કુવામાંથી હત્યા કરેલી હાલતમાં મળી આવેલ હતી જે મરણ જનારનેર તેના ભાગ્યા આ કામના મુખ્ય આરોપી નાનુભાઈ ગટોરભાઈ સોલંકીને બે દિવસ પૂર્વે રૂા.૩  હજારની ઉપાડ પેટે રકમની માંગણી કરતા મરણ જનાર સમુબેને નહી આપેલ તેની દાઝ રાખી સમુબેન નટુભાઈની વાડીએ હોય ત્યાંથી પડતર જગ્યામાં ઢસડીને લઈ જઈ છરી વડે મોત નિપજાવી રાત્રીના સુમારે તેણીએ પહેરેલા કપડા કાઢી નાખી લાશને અર્ધનગ્ન હાલમતાં ફેકી આરોપી તથા તેનો પુત્ર દિલીપ બંન્ને એ એક સંપ કરી પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને ઢસડીને પડતર જગ્યાએ લઈ જઈ કાનપર ગામની સીમમાં અરવિંદભાઈના ખેતરના અવાવરૂ કુવામાં લાસ ફેકી દઈ બન્નેએ એકબીજાને મદદગારી કરી હતી. આ અંગેની ફરીયાદ સમુબેનના પુત્ર વેલજીભાઈ વિઠ્ઠલભાઈ કુવાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને ઓરોપીઓ નાનુભાઈ ગટોરભાી સોલંકી તથા તેનો ુપત્ર દિલીપભાઈ નાનુભાઈ સોલંકી સામે આઈપીસી કલમ ૩૦૨, ૨૦૧, ૧૧૪, તથા જીપીએક્ટ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ આજરોજ શનિવાર ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારી તથા ફરીયાદીપક્ષે રહેલા વિથ પ્રોસીક્યુશન એડવોકેટ રસીકભાઈ રાઠોડની દલીલો, આધાર પુરાવા, અને સાક્ષીઓ ધ્યાને લઈ મુખ્ય આરોપી નાનુભાઈ ગટોરભાઈ સોલંકી સામે ગુનો સાબીત માની આજીવન કેદની સજા તથા મદદગારી કરનાર આરોપીના પુત્ર દિલીપભાઈ નાનુભાઈ સોંલકીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here