ઉમરાળામાં પીએસઆઈ સહિત પોલીસ પર હુમલો કરનાર ૬ને બે વર્ષની સજા

0
751

ઉમરાળા પોલીસ મથકના પીએસઆઈ એમ.એલ. સરવૈયાને પ્રોહીબીશન અંગે મળેલી બાતમીના આધારે પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સાહેદો પંચો સાથે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી આરોપી ઘનશ્યામ હમીરભાઈ હુબલ આહીર ઘરે પ્રોહીબીશન અગે રેડ કરવા ગયેલ આ સમયે આરોેપી ઘનશ્યામભાઈ ઘરે હાજર હોઈ અને ઘરના ફળીયામાં ઉભા હોય જેથી પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે આરોપીને બાતમીની સમજ કરી પોતાના ઘરની જડતી તપાસ કરતા જણાવતા આરોપીને સારૂ નહી લાગતા અને રેડ નહી કરવા દેવા અને પોતનો મનસુબો પાર પાડવા ગેરકાયેદસર મંડળી રચી પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સાથે બીભત્સ વર્તન કરવા લાગેલ અને આરોપીના બહેન કાજલબેન તથા તેના માતા દેવીબેન બંન્ને જેમ ફાવે તેમ વર્તન કરવા લાગેલ આ સમયે આરોપીના પિતા તથા તેનો નાનોભાઈ લાલો બંન્ને ઘરમાંથી લાકડી ધોકા સાથે આવી પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ સાથે મારામારી કરવા લાગેલ આ વેળાએ આરોપી ઘનશ્યામભાઈ હમીરભાઈ ઘરમાંથી તલવાર સાથે આવી તલવારનો મુકો પીએસઆઈના કાનના ભાગે માર્યો હતો અને હુમલો કર્યો હતો બે પોલીસ કર્મચારીઓને ગેરકાયદેસર ઘરમાં પુરી અટકાયત કરેલ અને આ દરમ્યાન આરોપી સુરેશ માયાભાઈ અને આરોપી રવિન્દ્ર દિલીપભાઈએ પણ લાકડી સાથે પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ઉપર હુમલો કર્યો તો અને સરકારી મોટરસાયકલને નુકશાન કરી ફરજમાં રૂકાવટ કરી ફરીવાર આવશો તો અટક કરી નાખવાની ધમકી આપેલ અને આરોપીઓએ એકબીજાને આ ગુનામાં મદદગારી કરી હતી. અને ગુનો કર્યો હતો. આ બનાવ અંગે જે તે સમયે હમીર પાચા આહીર નીલેશ ઉર્ફે લાલો હમીર આહીર,  ઘનશ્યામ દાનાભાઈ આહીર, રાજુ માસાભાઈ આહીર, ઘનશ્યામ હમીર આહીર, ભીખા હમીર આહીર, સુરેશ માયા આહીર, રવિન્દ્ર દિલીપભાઈ સોલંકી, દેવીબેન હમીરભાઈ આહીર, કાજલબેન હમીરભાઈ આહીર સહિતના ૧૧ વ્યક્તિઓ ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.  આ અંગેનો કેસ ભાવનગરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ  બી.કે.વોરાની દલીલો, આધાર, પુરાવા, વિગેરે ધ્યાને લઈ હમીર પાચા, આહીર, નિલેશ ઉર્ફે લાલો હમીર આહીર, ઘનશ્યામ હમીર આહીર, તીખા હમીર આહીર સુરેશ માયાભાઈ આહીર, રવિ દિલીપભાઈ કોળીને દેવીબેન હમીરભાઈ આહીર, કાજલબેન હમીરભાઈ આહીરને તકસવીરવાન ઠરાવી ૧ મહિનાની સાદી કેદની સજા પાંચમા એડીશ્નલ એન્ડ સેશન્સ જજ વિજય રાણો ફટકારી હ તી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here