પંત સારું પ્રદર્શન કરશે તો ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર : રિકી પોન્ટિંગ

446

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત આગામી વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સૌથી સારો વિકલ્પ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ૧૫ સભ્યોની ટીમની પસંદગી થવાની છે. પોન્ટિંગે કહ્યું છે કે જો ઇન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)માં ઋષભ પંત જો દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શ કરશે તો એ ભારતીય ટીમમાં સ્થાન માટે પ્રબળ દાવેદાર બની જશે.

નોંધનીય  છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી વન ડે માં ઋષભ પંત મેદાનમાં હતો એ દરમિયાન ધોની…ધોની…ના સુત્રો બોલાયા હતા. ક્રિકબઝે રિકી પોન્ટિંગના હવાલાથી માહિતી આપી છે કે હું માનું છું કે ઋષભ ભાગ્યશાળી છે કે તેણે આ વાતને દિલથી નથી લગાવી કારણ કે દબાણમાં સંપૂર્ણ મેચ સારી રીતે રમવાનું મુશ્કેલ હોય છે. જોકે આ સંજોગોમાં પણ ઋષભે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

રિકી પોન્ટિંગે કહ્યું છે કે જો ઋષભ એક-બે ગેમ જીતાડી દેશો તો બધુ ભુલાવી દેવામાં આવશે. મને ભારતીય વર્લ્ડ કપ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે એનાથી સારો વિકલ્પ કોઈ નથી દેખાતો. આઇપીએલની ૧૨મી સિઝનમાં રિકી પોન્ટિંગ દિલ્હીના મુખ્ય કોચ છે. ઓસ્ટ્રેલિયાનો આ પૂર્વ ક્રિકેટર ટીમના સલાહકાર સૌરવ ગાંગુલી સાથે મળીને કામ કરશે.

Previous articleસલમાન ખાન પ્રોડક્શન હાઉસ બાદ હવે ખુદની ટીવી ચેનલ શરૂ કરશે
Next articleશહીદોના પરિવારોની મદદ માટે ૨૦ કરોડ આપશે બીસીસીઆઇ