સિહોરની વિદ્યામંજરી સ્કુલમાં બ્રહ્માંડ દર્શન કાર્યક્રમ યોજાયો

565

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તા- ૧૮/૦૩ને સોમવારનાં રોજ કલ્યાણ પ્રાદેશીક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ધોરણ -૯ નાં વિદ્યાર્થીઓને “બ્રહ્માંડ દર્શન” વિષય પર પ્રોજેક્ટર દ્વારા માહિતી આપતો સેમીનાર યોજાયો. આ સેમીનારમાં વક્તા તરીકે કૉ-ઑર્ડીનેટર હર્ષદભાઈ જોષી એ તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળથી જ બ્રહ્માંડના રહસ્યો સમજતા થાય, આકાશ અને અવકાશ શું છે? તેમની વચ્ચેનો તફાવત સમજી શકે?, ભવિષ્યમાં વિદ્યાર્થીઓ બ્રહ્માંડ વિષયને ખુબ જ ઉચ્ચ કક્ષાએ લઈ જઈ શકે અને વધુમાં વધુ વિદ્યર્થીઓ આ બ્રહ્માંડ વિષયને પોતાની જીવનશૈલી સાથે સાંકળીને તેની પાછળ જોડાયેલ વિજ્ઞાનને સમજી શકે તે વિશે જીણવટ ભરી માહિતી પુરી પાડી હતી. તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ફાયર સેફ્ટી, બ્રહ્માંડની સચિત્ર માહિતી, અંધશ્રધ્ધા પાછળનું વિજ્ઞાન, પ્રાથમિક સારવાર, ઊર્જા સરંક્ષણ જેવા અનેક વિષયો પર વિજ્ઞાન અને પર્યાવરણ જાગૃતિ વિશે માહિતી પુરી પાડી હતી. આ સેમીનારમાં વિદ્યાર્થીઓએ બ્રહ્માંડ વિશેનાં પોતાને મુંઝવતા પ્રશ્નો વિષે ચર્ચા કરી હતી.આ સેમીનારને સફળ બનાવવા માટે  સાયન્સ કમ્યુનીકેટર દેવ્યાનીબેન જોષી, સ્ટાફ મેમ્બર મુકેશભાઈ ત્રીવેદી તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારનાં તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleખડખડાટ ખુશાલી…
Next articleડોળીયામાં સ્વરોજગારી સેમિનાર સંપન્ન