ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

736

સ્ટે. કમિ. ચેરમેન સમક્ષ લોક પ્રશ્નોની રજૂઆત

ભાવનગર શહેરના કુંભારવાડ વિસ્તારમાં બાનુબાઈની વાડી  વિસ્તારના તથા અન્ય કેટલાક કોર્પોરેશનને લગતા પ્રજાકિય પ્રશ્નોની આજે સ્ટેન્ડીંગ કમિટિના જાગૃત ચેરમેન યુવરાજસિંહ ગોહિલ્‌ સમક્ષ એક વગદાર પ્રતીનીધિ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં પુર્વનગરસેવક અમરશી ચુડાસમા, શિક્ષણ કમિટિ સભ્ય કમલેશભાઈ ઉલવા વિગેરેનો સમાવેશ થતો હતો. લોક ફરિયાદોમાં પાણી પાંચ વાગે આવે છે, તેનો સમય બદલવા રોડ રસ્તાના પ્રશ્નો, પેવર બ્લોક, ગટરના મેનહોલના ઢાંકણા નથી, બાનુબાની વાડી વિસ્તારમાં દુગર્ધ મારતુ પાણી આવે છે. આવા લોક હિતના પ્રાથમિક પ્રશ્નો ચેરમેન સમક્ષ રજૂ થતા તેમણે તરત જ ખાતાકિય અધિકારીઓનું આવા પ્રશ્નોના ત્વરીત ઉકેલો માટે જરૂરી સુચનાઓ આપી હતી.

માઢીયા રોડ વિસ્તારના બહેનો દ્વારા રજૂ થતા પ્રશ્નો

કુંભારવાડા માઢીયા રોડ શેરી નં. ર,૩ વગેરે વિસ્તારમાં ગટરો ઉભરાયવાની તથા રસ્તાના પ્રશ્નોની આ વિસ્તારના મહિલાઓ દ્વારા સેવાસદન સમક્ષ રજૂઆતો થવા પામી હતી. આ પ્રશ્નો પણ કુંભારવાડા વોર્ડ નં.ર વિસ્તારના  તંત્ર પાસે રજૂ થવા પામ્યા છે.

આરોગ્ય ભરતીમાં ૧૦ર ઉમેદવારો હાજર થયા

ભાવનગર મહાપાલિકા આરોગ્ય વિભાગ અને ૧ર૩ કર્મચારીઓની તાજેતરમાં થયેલ ભરતીમાં પીડીયાટ્રીશનની ત્રણેક જગ્યાના ઉમેદવાર પરિક્ષા દેવા જ ન આવતા આ જગ્યા ખાલી રહે છે. આમ ૧ર૦માંથી આરોગ્ય વિભાગમાં ૧૦ર જેટલા કર્મચારીઓ હાજર થયાની વિગત પ્રાપ્ત થવામાં છે.

બાકી ટેક્ષમાંથી દોઢેક કરોડની વસુલાત આવી

ભાવનગર મહાપાલીકાનો બાકી ટેક્ષ વસુલવા સેવા સદન દ્વારા રીકવરી ટીમ ૪પ ઉપરાંત આસામીઓને ત્યાં જપ્તીઓ કરાય છે. જેમાં ૩૭ લાખ આવક થઈ જયારે પંદર દિવસમાં દોઢેક કરોડની આવી બાકી વસુલાત સેવાસદને મેળવી છે. કમિ. ગાંધી, ડે. કમિ. રાણા અને આસિ. કમિ. ફાલગુનભાઈ શાહ અને રિકવરી ટીમેબ ાકી વસુલાત ઝુંબેશને વેગ આપી લાંબા વખતની વસુલાતો મેળવાય રહી છે.

ગેરકાયદે વાહન પાર્ક કરતા પોલીસે લોક મારી દિધુ

ભાવનગર મહાપાલિકા પાસેના દરવાજા પાસેના દરવાજાની ફુટપાથ પર એક મોટર કાર ગેરકાયદેસર પાર્ક કરી દેવાતા ટ્રાફિક પોલીસનું ધ્યાન જતા ટ્રાફિક પોલીસે તરત જ મોટર વ્હીલને લોક મારી દેતા આ સ્થળે લોકો એકત્ર થયા હતાં અને ટ્રાફીક પોલીસની આવી જાગૃતિને અભિનંદન આપી રહ્યા હતાં.

કોંગ્રેસ નેતા કહે છે કે લોક પ્રશ્નો માટે અમે નિયમીત આવીએ છીએ

લોકસભાની ચૂંટણીને કારણે આચાર સંહિતાઓ જાહેર થતા આવી આચાર સંહિતામાં પણ લોકો તેના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલો કરાવવા સેવાસદને આવતા રહે છે. જો કે લોકો પ્રશ્નો માટે આવે છે પરંતુ ચૂંટાયેલા મોટાભાગના નગરસેવકો ડોકાતા નથી તે જ લોકમાં ઠીક ઠીક ચર્ચા થતી રહે છે. તો બીજી બાજુ આજે કોંગ્રેસ પાર્ટીના નેતા જયદિપસિંહ ગોહિલે સેવાસદન ખાતે પત્રકારો જોડે ટુંકી વાતચીત કરતા જણાવ્યું કે અમે પ્રજાના પ્રશ્નો માટે જાગૃત છીએ અને લોક પ્રશ્નોના ઉકેલ માટે અમારી કોંગી પાર્ટીની ચેમ્બરે નિયમીત આવીને પ્રજાકિય પ્રશ્નોને યોગ્ય સ્થળે રજુઆતો કરી રહ્યા છીએ. એ અમારી મુળભૂત ફરજ અદા કરી રહ્યા છીએ.

Previous articleડોળીયામાં સ્વરોજગારી સેમિનાર સંપન્ન
Next articleબરવાળા ન.પા. દ્વારા ડોર ટુ ડોર  વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ