બરવાળા ન.પા. દ્વારા ડોર ટુ ડોર  વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરાઈ

764

બરવાળા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કરવેરાની વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં નીલેશભાઈ વસાણી, દિગ્વીજયસિંહ પઢિયાર,રાજભા ઝાલા સહિતના તમામ કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોની ૨ મિલ્કતોને સિલ મારવામાં આવી હતી જેમાં ૫ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા જેથી બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

બરવાળા નગરપાલિકાની સને ૨૦૧૮-૧૯ નાં ૮૩.૫૨ લાખના માંગણા ૨૮.૬૭ લાખની વસુલાત થયેલ જયારે બાકી વસુલાત સામે કરવેરાની અસરકારક વસુલાત કરવાની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોની કરવેરા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી તમામ મિલકત ધારકોને સપ્ટેમ્બર-ઓક્ટોબર ૨૦૧૮ નાં માસ દરમિયાન નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી બિલ ઇસ્યુ થઇ ગયેલ તેમ છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારો જસમતભાઈ જેરામભાઇ, શિવશંકર કાશીરામની મિલ્કતોને સિલ મારવામાં આવ્યા હતા જ્યારે ૫ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.ન.પા.દ્વારા મોટા બાકીદારોની મિલ્ક્તોને સિલ મારવામાં આવતા તેમજ નળ કનેક્શન કાપી નખાતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleગીર સોમનાથ SOG દ્વારા ફરાર આરોપીની ધરપકડ