ધોની મેદાન પર હોય ત્યારે કોહલી વધારે કમ્ફર્ટેબલ રહે છેઃ કુંબલે

604

કોહલી અને ધોનીની જુગલબંધીને મહાન ક્રિકેટર અનીલ કુંબલેએ વિશેષ ગણાવી છે. કુંબલેનું માનવું છે કે માહીની મેદાન પર હાજરી હોય ત્યારે કોહલી માટે પરિસ્થિતિ આસાન બની જતી હોય છે.

કુંબલેએ જણાવ્યું હતું કે એક કેપ્ટન તરીકે વિરાટ કોહલી હજી પણ પોતાની જાતને નિખારી રહ્યો છે. વિરાટે પોતાની જાતને એક મહાન કેપ્ટન તરીક વિકસાવી છે પરંતુ સ્ટમ્પ પાછળ ધોનીની હાજરી કોહલીને દરેક પરિસ્થિતિને વધારે સારી રીતે સંભાળવામાં મદદરૂપ થાય છે.

ધોની સ્ટમ્પ પાછળ હોય ત્યારે કોહલી વધુ આસાનીથી કામગીરી બજાવી શકે છે તે પુરવાર થઈ ગયું છે. મને લાગે છે કે ધોનીની હાજરી કોહલીને વધુ સહજ બનાવી દે છે. મેચ દરમિયાન ધોની સાથે કરેલી વાતચીત ચોક્કસપણે વિરાટ કોહલીને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે. ઘણી વાર બન્યું છે કે કેટલીક જવાબદારીઓ નિભાવવા માટે ધોનીને ઘણી વખત ‘હાફ કેપ્ટન’ અથવા તો ‘અનૌપચારિક કેપ્ટન’નો ખિતાબ મળી ચૂક્યો છે તેમ કુંબલેએ ઉમેર્યું હતું. મેદાન પર બોલર્સ સાથે ધોની સતત વાતચીત કરતા જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્ડર્સને પણ ધોની જરૂર લાગે ત્યારે સલાહ સૂચન કરતો રહે છે જેને કારણે ભારતીય ટીમને ઘણી વાર લાભ થયો છે. કુંબલેએ આ અંગે કહ્યું હતું કે કેપ્ટનશિપ એ તેના સ્વભાવમાં જ છે. ભલે તે ટીમનો કેપ્ટન રહ્યો ન હોય પણ અવારનવાર તે આ ભૂમિકા ભજવતો જોવા મળે છે.

 

Previous articleવિશ્વકપમાં ધવને જ રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવી જોઈએઃ ગાંગુલી
Next articleચોરી મોદીએ કરી, તો આખો દેશ ચોકીદાર કેમ બને..?!ઃ રાહુલ ગાંધી