કબજીયાત વિષે કાળજીપુર્વક કંઠસ્થ કરવા જેવું

2080

નિરોગી શરીર અને મન માટે ઘણી બાબતો જરૂરી છે. તેમાંની એક છેઃ કબજીયાતથી બચવું. નિયમિત અને સારી રીતે મળશુદ્ધિ થવી અમુક તબીબીશાસ્ત્રોમાં તો કબજીયાતને સર્વ રોગોનું મુળ કહેવાયું છે. જો કે તેમાં અતિશયોક્તિ છે. પરંતુ કબજીયાતને હળવાશથી કદી ન લેવી. તેમાંય ખાસ કરીને જુની કબજીયાત, વારંવાર થતી કબજીયાત થતા અંતરની ગંભીર વ્યાધિથી પરિણમતી કબજીયાત પુરેપુરી તપાસ અને સારવાર માંગી લે છે. કોઈવાર કબજીયાત થઈ જાય અને એકાદ દિવસ ફાકી, ચુર્ણ કે ગોળી લેવી પડે તે બરાબર, પરંતુ તબીબી સલાહ વિના આવી  બજારૂ (પ્રિસ્ક્રીપ્શન વિના મળતી) રેચક દવાનું સેવન ખતરનાક નિવડી શકે.

ઘીનો વધારે પડતો ઉપયોગ શરીરને મેદકાય બનાવી કબજીયાતમાં વધારો કરે છે. આ વાત ઘણાંને ગળે ન ઉતરે છતાં તે સાચી છે. ખુબ થોડા પ્રમાણમાં ઘીનો ઉપયોગ યોગ્ય છે. વધુ પડતા ફરસાણ, મસાલા, મરચુ, તેલ વગેરેનો ઉપયોગ કરવો એટલે  કાયમી કબજીયાતને નિમંત્રણ, બેઠાું જીવન જીવનારાઓ મોટાભાગે બંધકોપ ધરાવનારા હોય છે. દર્દશામક દવાઓનો વધુ પડતો ઉપયોગ, અન્ય એલોપેથી દવાઓનો અયોગ્ય ઉપયોગ, તમાકુ, બીડી, સિગારેટ, દારૂ અને અન્ય નશાકારક ચીજો (ડ્રગ્ઝ) વગેરેનો ઉપયોગ કબજીયાત કરે છે. અફઠીણ, મોરફીન અથવા તેને લગતી દવાઓ સખત કબજીયાત કરે છે. નાના બાળકમાં ઝાડા બંધ કરવા કે તેને ઉધાડવા અફીણનો દુર ઉપયોગ સગી માતા દ્વારા થતો હોય છે. આ માતાઓ પ્રેમ માનીને પોતાના પ્યારા શિશુને જે આપતી હોય છે તે હક્કતમાં ધીમુ ઝેર છે. માટે કબથજીયાત તથા અન્ય વ્યાધિઓથી બચવા અફીણને દુરથી સલામ! વધુ પડતી કોડીનો ઉપયોગ પણ કબજીયાત લાવી શકે. જુની કબજીયાતના દર્દીને પુષ્કળ પાણી પીવું જોઈએ. ઓછું પાણી પીવાની ટેવવાળા ઘણા લોકોમાં કબજીયાત જોવા મળે છે. હાજતે નિયમિત જવા માટે જેઓ પાસ સમય નથી તેઓઓ ભવિષ્યમાં આ રોગની સારવાર અને ડોકટરોને ત્યાં દોડાદોડ કરવા માટે ખુબ સમય કાઢવો પડશે. રોજ નિશ્ચિત સમયે ખાસ કરીને વ્હેલી સવારે કુદરતી હાજતે જવાની સુટેવ કેળવવી ખુબ જરૂરી છે. ઘણા લોકોને નાસ્તો કર્યા બાદ હાજત થાય છે. તે પણ ખોટું નથી. પરંતુ હાજત થાય એટલે કે નેચરલ કોલ આવે ત્યારે બધા કામ પડતાં મુકી લેટરીન, જાજરૂ કે સંડાસમાં જવું. અન્ય કોલ, ટેલીફોન, ટીવી ન્યુઝ કે સમાચાર વગેરે કાર્યો પડતાં મુકીને પહેલાં આ આરોગ્ય ફરજ બજાવવી. જેથી કબજીયાતના દર્દી ન બનાય. ઘણાં લોકો મીટીંગ છોડીને  કે ટી.વી. પ્રોગ્રામ છોડીને કે અગત્યના મુલાકાતીઓને છોડવાને બદલે કુદરતી હાજત દબાવી રાખે છે. આ કુટેવ લાંબે ગાળે કબજીયાતનું કાળરૂપ લઈને દર્દીને કાળક્રમે બરાબર દબાવે છે.

કુદરતી ઉપચારના (નચેરોપથી) નિષ્ણાંત દ્વારા લખાયેલ ઉપયોગી લેખમાં જણાવ્યું હતું કે આરોગ્યમય જીવન માટે ચોકકસ સમયે શાંત અને કુદરતી હાજતે જવાની ટેવ કેળવવી જરૂરી છે. સંડાસ જતી વખતે વધુ પડતું બળ ન કરવું. મળ નઉતરે તો સીધા .ભા રહીને દુટીની નીચેનો ભાગ હાથના આંગળાઓ વડે થપથપાવો, દુંટીની નીચે થોડું દબાણ આપવું. પછી સંડાસ બેઠા બાદ ફરી તે જગાએ દબાવવું. ત્યાર બાદ થોડું પાણી લઈ મળદ્વારના છેડે ગુદાદ્વારે પાણી છાંટી તે ભાગ થપથપાવવો. આમ કરતા મળ વિસર્જન થશે. સંડાસમાં લાંબો વખત બેસી રહેવું ત પણ સારૂ નહીં અને મળ વિસર્જન માટે ખુબ ઉતાવળ કરવી તે પણ નુકશાનકર્તા છે. સંડાસ સ્વચ્છ, અતિ સ્વચ્છ હોય તે જરૂરી છે. ઘણાં લોકો સાંડાસમાં છાપા વાંચે, લાંબો સમય રેડીયો કે ટ્રાન્ઝીસ્ટર સાંભળતા બેસી રહે, ફોન કોલ એટેન્ડ કરે, વિચારમાંને વિચારમાં બેઠા રહે છે. આ બધાં ભવિષ્યમાં કબજીયાત લાવનારા પરીબળો છે. માટે સંડાસ જવાની કળા (આર્ટ ઓફ ડીફીકેશન), કળશયે જવાની કળા કે કુદરતી હાજતે જવાની સાચી રીતે જાણીને અને સમજીને બરાબર અમલમાં મુકવી જરૂરી છે.

કોઈવાર રેચક લેવાય તે બરોબર, પરંતુ આગળ જણાવ્યું મુજબ રોજ રેચક કે દવા, ગોળી લેવી હિતાવહ નથી સિવાય કે તબીબની સલાહ હોય, લાંબાગાળની કબજીયાતથી હરસ થવાની શકયતા એનકગણી વધે છે. કેલીફોર્નીયા યુનિ.ના તજજ્ઞોએ પ્રતિપાદ્દીન કરેલ છે કે જે લોકો પ્રજીવક (વીટામીન) બી તેમાંય ખાસ કરીને ફેકટર-ઊ ઓછું લેતા હોય તેમણે પાઈલ્સ એટલે હરસ થવાની શક્યતા ઘણી છે. આ વીટામીન લીલા શાકભાજી બટાટ, કેળા, મગફળી, ગોળ, દહીં, દુધ વગેરેમાંથી મળે છે.

કબજીયાત ન થાય તે માટે લીલા શાકભાજી, દુધ, થુલી (ઘ,ઉંની) ઈસબગુલ, કાળી દ્રાક્ષ વગેરેનું સેવન અને અગાઉ જણાવ્યા મુજબ પુષ્કળ પાણી પીવાની તથા રોજ કસરત કે લાંબુ ચાલવાની ટેવ ખૂબ – ખૂબ ઉપયોગી છે.

કેટલાંકને દર બે દિવસે કે દર ત્રણ દિવસે નિયમીત બરાબર પેટ સાફ આવે છે. અને કોઈ પેટની તકલીફ નથી. આથી ઉલ્ટું ઘણા દિવસમાં ર કે ૩ વાર નિયમીત હાજતે જાય છે. પરંતુ પેટની કોઈ ગડબડ નથી. ઉપરોક્ત બન્ને ઉદાહરણોમાં બંને વ્યક્તિઓ કબજીયાતના રોગી નથી.  આવા લોકો પોતાની જાતને રોગી માને છે. અને આ ટેવ રોગ ન હોવા છતાં મનોરોગી બને છે. અને પોતાની જાતે પોતે કબજીયાતનો દર્દી છે. તેવું નિદાન કરી આડેધડ દવા લે છે, આમ કરવાને બદલે તબીબની સલાહ લેવી જરૂરી છે. આમ દર બે કે ત્રણ દિવસે નિયમીત તથા બંધાયેલ મળ ત્યાગ થતો હોય અને પેટની કોઈ તકલીફ ન હોય તો તેને કબજીયાત ન જ ગણાય.

સુકમળ થવા માટે ઓછું પાણી પીવાની કુટેવ, રેસાવાળ ખોરાક, (લીલાં શાકભાજી, સલાડ, ઘઉંની થુલી, ફળો વગેરેે…) દળ્યાં વિનાના અનાજ ન ખાવની ભુલ વગેરે જવાબદાર છે.

પબ્લીક સંડસામાં જતાં લોકોને મળત્યાગ માટે કતારમાં ઉભા રહેવું પડે છે. તેમજ આવી જગાએ અન્ય કલીફો હોવાથી ઘણા લોકો જુની કબજીયાત, અન્ય પેટના દર્દો તથા હરસથી પીડાય છે.

ફરી ફરી લખવાનું કે સલાહ વિના ઉપયોગમાં લેવાતા રેચક દ્રવ્યોએ કબજીયાત પેદા કરીને પેટના રોગો ઉત્પન્ન કરવામાં બહુ મોટો ફાળો આપયો છે. આ વાત જરૂરી હોવાથી ફરી ફરીને ઉલ્લેખ કરાયો છે. જે વીએપીની પેટના રોગો પુસ્તિકામાં સવિસ્તાર વર્ણવેલ છે. ફાસ્ટફુડ, જંકફુડ, તથા પ્રિઝર્વ્ડ ખોરાકનો ઉપયોગ પણ આ વ્ધિ લાવી શકે. ચિંતા, ટેન્શન વાળું તથા ઉતાવળીયું જીવન પણ બાદી (કોન્સ્ટીપેશન-કબજીયાત) લાવી નિરોગી જીવનમાં બરબાદીને લાવી શકે.

કબજીયાત વિશે ખાસ  કરીને ફરીથી ઉલ્લેખ બાબત એ છે કે આપણે ત્યાં ઘણાં લોકો, કબજીયાત ન હોય તો પણ પોતાને કબજીયાત છે. તેવા વ્હેમમાંને વ્હેમમાં રહી માનસીક રોગના દર્દી બની જાય છે. વાતવાતમાં મને પેટ સાફ નથી આવતું… મને આ ચીજથી કબજીયાત થાય… મને તે ચીજથી બંધ કોષ થાય… વગેરે વાતો કર્યા કરે છે. આવા લોકોએ ખરેખર કોન્સ્ટીપેશન શું છે? તે બરાબર જાણી કબજીયાત નામના ભુતને મગજમાંથી ભગાડવું જરૂરી છે. અલબત્ત, આ વ્યાધી ખરેખર હોય તો  અવગણવી ન જોઈએ. તે વાત પણ સિક્કાની બીજી બાજુ જેટલી જ જરૂરી છે.

વિશાળ પરીપેક્ષમાં જોતાં કબજીયાત પોતે કોઈ એક રોગ નથી, ઘણાં બધા પરીબળોનું તે પરિણામ છે. જવ્લ્લે જ આંતરડામાં ગાંઠ કે આંતરડા સંકોચન (સ્ટ્રીકચર) જેવું શાસ્ત્રક્રિયા માંગી લેતી (ઘણીવાર તો કેન્સરની ગાંઠ) મોટીબ મિારનું તે પરિણામ પણ હોય શકે. જો કે આવા કેસો બહુ ઓછા હોઈ છે. આ સાથે એ જાણવાું જરૂરી છે કે કબજીયાત કેટલીકવાર અન્ય નાની મોટી વ્યાધીને જન્મ આપે છે. આમ કબજીયાત રોગોનુ કારણ અને પરિણામ બને છે.

વિષય ઘણો મોટો છે, અત્રે આપેલી માહિતી સામાન્ય અને જનરલ છે. વ્યક્તિગત ફેરફારો ઘણાં જોવા મળે છે. મોટાભાગે ઉપરોકત સામાન્ય નિયમોનું ચુસ્ત પાલન ઘણે ભાગે આ વ્યાધિથી બચાવે છે અને જો હોય તો તેમાંથીમુક્તિ આપે છે. તથા જવ્લેજ દવા લેવાની જરૂર પડે છે અને ભાગ્યે જ શસ્ત્રક્રિયા જેવા ભારેખમ, ઉપાયો અજમાવવા પડે છે. અંતમાં સાદો, સમતોલ, રેસાવાળો આહાર, નિયમીત કસરત, કુદરતી હાજતે જવાની નિયમીતતા, દવાનો વિવેકપુર્વક ઉપયોગ, જરૂર પડે તો તબીબી સલાહ વગેરે યાદ રાખી સતત અમલ કરવો જરૂરી છે.

વિલન રઝામુરાદની અહીં વાત નથી કરવી. અહીં તો હીરો રઝા, સ્ટાર રઝા, બલ્કે સુપર સ્ટાર રઝા મુરાદના ઈન્ટરવ્યુની વાત કરવી છે. એકવાર રઝા મુરાદને માત્ર મળવાની તક મળી હતી. ઈન્ટરવ્યુ લેવાની તમન્ના હજુ પુરી નથી થઈ… પરંતુ એક રવિવારની માદક સવારે રઝા મુરાદ ઘરે આવ્યો.. અલબત્ત ! ટી.વી.નાં પર્દે…

ઈકબાલનો એક ખુબ મજાનો અને પ્રેરણાદાયી શેર છે. ખુદી કો કર બુલંદ ઈતના, કિ હર તકદીર સે પહેલે… ખુદા ખુદ બંદે સુ પુછે.. બતા તેરી રઝા કયા હૈ ? મતલબ કે પોતાની જાતને એટલી મહાન બનાવો કે કિસ્મત નક્કી કરતાં પહેલા ઈશ્વર પોતે આપણને પુછે કે બોલ, તારી ઈચ્છા (રઝા) શું છે ? તારી મુરાદ (તમન્ના) શું છે?

અતિશયોક્તિ  જરૂર છે. પરંતુ શાયરે જબરદસ્ત બોધ આપ્યો છે માનવીને! એક ખૂમારી છે, એક લા-જવાબ ચેલેન્જ છે…. જીવન માટે, તકદીર માટે, અને ઈન્સાન માટે… માટે જ અતિશયોક્તિની ચરમસીમાં વાળો હોવા છતાં આ શરે ખૂબ-ખૂબ ગમે છે.

આ શેર અત્રે એટલા માટે ટાંકયો કે, રઝા શબ્દનું તેમાં મહત્વ ઘણું છે. જેનો પર્યાય મુરાદ પણ થાય છે. અને આપણે તો રઝા મુરાદની વાત કરતા હતા ને? ટી.વી.ના રીમોટ બટન ઉલાળતા ઉલાળતા પોઝીટીવ હેલ્થ શો પકડાયો. તેમાં ઈન્ટરવ્યુ લેનાર ડો. મુકેશ બન્ના અને ઈન્ટરવ્યુ આપનાર રઝા મુરાદ ઝિલાયા. માત્ર ૧૦ મિનિટનો ઈન્ટરવ્યુ… જીંદગીભર યાદ રહી જાય તેવો બની ગયો…

પડછંદ કાયા, ગૌરવવંતો સિનો, મર્દાનગીભરી અદા અને બુલંદ પહાડી અને પ્રભાવશાળી અવાજનો માલિક  રજા મુરાદ પોતાના દિલના ઉંડાણમાંથી ડાયલોગની ડીલીવરી કરી રહ્યો હતોફ… મારા દિલની જાણે કે ધડકન સ્તંભી ગઈ…. આપકી યે લાજવાબ આવાજકા રાઝ બતાઈએ રઝા સાહેબ ! ડો. બત્રાએ પુછયું. રઝા સાહેબે જે ચોટદાર જવાબ ઉર્દુમાં આવ્યો તેને ગુજરાતમાીં રજુ કરૂ છું. અક્ષરે અક્ષર દિલમાં કોતરવા જેવાં છે. આ શરીર, આ અવાજ એ તો ઉપરવાળાની દેન છે. તેની મહેરબાની છે પરંતુ આ અણમોલ શરીરને જાળવી રાખવા માટે આ અવાજને તેવોને તેવો જ સાચવી રાખવા માટે ઘણી પરહેજ કરૂ છું. ભાગ્યે જ આઈસ્ક્રીમ કે કોલ્ડ્રીંક લઉ છું અને ખોરાકના ચટકાથી દુર રહું છું…. અને થોડું અટકીને ખુબ ગંભીરતાપુર્વક રઝા મુરાદ આગળ ચલાવે છે.. મારા જીવનમાં જો કોઈ એચીવમેન્ટ એટલે કે પ્રાપતિ ગણતો હોઉ તો તે છે તમાકુ ધુમ્રપાનનો ત્યાગ… માત્ર ત્યાગ જ નહીં પરંતુ ફરીથી શરૂ ન કરવાનો દ્રઢ અતિ દ્રઢ સંકલ્પ અને અમલ… ફિલ્મી દુનિયામાં તમાકુ, સિગારેટ, શરાબ, પિનારાની સોબત વચ્ચે રહેવું અને મિત્રદાવે આગ્રહ કરે છતાં સિગરેટનો એક દશ (દમ) પણ ન ભરવોએ એક કપરૂ કાર્ય હતું. પરંતુ મારી મુરાદ સામે બિચારી નાનકડી સિગારેટનું શું ગજુ…?? આગળ વધીને વધુ એક ખુબ જ ચોટદાર વાત કરી રઝા મુરાદે રર-ર૩ વર્ષની ઉંમરે હું પણ સિગારેટ પીતો હતો. આ યુવાન વચે એકટીંગ કરતા કરતા અને ડાયલોગ બોલતા બોલતા થાકી જતો હતો, હાંફી જતો હતો. મન મક્કમ કરીને વ્યસનો છોડયા… અને આજે ૪પ વર્ષની ઉંમરે, યુવાનોને શરમાવે એટલું કામ જોમ અને જુસ્સાથી કરૂં છું. નથી થાક, નથી હાંફ, નથી વ્ય્સન… વ્યસન મુક્તિના કોઈપણ હિમાયતીને હું દરેક રીતે મદદ કરવા તત્પર છું.

આ કદાવર માનવીની આ મહાન વાતોને સલામી અપાઈ ગઈ, સહજન ભાવે. ભુલી ગયો કે હું મારા ઘરમાં ટી.વી. સામે બેઠો છું. વ્યસનમુક્તિનો કેટલો ભવ્ય પૈગામ આપી ગયો રઝા ? માત્ર દિવસ મીનીટમાં અને મન…

આ મહાન માણસ પોતાના બુલંદ અવાજના તીરથી, બુલંદ સંદેશના ભાલાથી જાણે કે ઘાયલ કરી ગયો. આ ઘાવ જીંદગીભર ન રૂઝાય તેવી આશા રાખું છું.  વિચારૂ છું કે કયાં આ મહાન, કદાવર અને દિલદાર વ્યસન મુક્તિનો હિમાયતી રઝા મુરાદ અને કયાં આપણાં એ વામણા કલાકારો અને રમતવીરો જે થોડા સિક્કા માટે પોતાની જાત વેચી મારે છે અને અને યુવાનોની જીંદગી બરબાદ કરે છે. ધિક્કાર છે એ કલાકારોને, એ રમતવીરોને.. વીરો શબ્દ વાપરતા શરમ આવે છે. વેરો નહીં પણ ખરેખર તો… ઝીરો પરદા પર ભલે વિલનનું કાર્ય કરતો હોય, પરંતુ જીવનમાં ખરેખર હીરો એવો આ સદાહબહાર રઝા મુરાદ…. ખરેખર મારા વ્યસન મુક્તિના અભિયાનની મુરાદની સીડીનું એક મહત્વનું સોપાન બની ગયો. રઝાએ એમ પણ ભારપુર્વક જણાવ્યું કે મન મક્કમ હોય તો કંઈ જ અશ્કય નથી. ખુદી કો કર બુલંદ ઈતના કે હર તકીદ સે પહેલે… એ ઈકબાલનો શેર અને રઝાની રઝા (મુરાદ) સતત પ્રેરણા મને અને તેમને આપતા રહે… સર્વોને વ્યસન મુક્તિ, એ બુલંદ પયગામ દ્વારા મળતી રહે તો જીવનમાં આરોગ્યની હીના ખરેખર રંગ લાવે. આમીન…

રઝા મુરાદને સલામ….

વ્યસન મુર્દાબાદ…. આરોગ્યમય જીવન જીંદાબાદ….

Previous articleઆજે હોલીકા દહનઃ કાલે ધુળેટી પર્વની ઉજવણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે