વિશ્વ કિડની દિવસ નિમિત્તે ફ્રી કિડની રીપોર્ટ સાથે જાગૃતિ રેલી

662

તા. ૧૪ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભાવનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા કિડની જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિડની દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૧૩ના રોજ શહેરની વિદ્યાવિહાર શાળાના બાળકોએ ચિત્રા વિસ્તારમાં રેલીના માધ્યમથી કિડની રોગો વિશે જનજાગૃતિ કરી હતી અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તા. ૧૪ના રોજ વિશ્વ કિડની દિવસ નિમિત્તે શહેરની ઘરશાળા ખાતેથી જનજાગૃતિ રેલી તથા પત્રિકાનું વિતરણ વાઘાવાડી રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં યોજવામાં આવી હતી. તથા શહેરની જગતજયોત પ્રાથમિક શાળા ખાતે વિશ્વ કિડની દિવસન નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નિમિત્તે ડાયાબિટિસ તથા બ્લડ પ્રેશરના દર્દીઓ તથા જાહેર જનતા માટે વિનામુલ્યે કિડની પેનલ ટેસ્ટ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૧પ૦થી વધુ લોકોએ લાભ લીધો હતો જે  પૈકી કિડનીની બિમારી અને રિપોર્ટના આધારે ડોકટરના માર્ગદૃશન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં યોગેશભાઈ જોષી, પારૂલબેન જોષી, સર.ટી. હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના ઈનચાર્જ જયેશભાઈ અંધારીયા, જયંતભાઈ ભટ્ટ, સુમિતભાઈ ઠકકર, રોહિતભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતાં. અને સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તા. ૧પના રોજભ ાવનગર એરપોર્ટ ખાતે કિડની જાગૃતિ અંગે એરપોર્ટના સ્ટાફ તથા સીઆઈએફએફ જવાનો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા ડો. મિલનભાઈ દવે દ્વારા પ્રાથમિક સારવાર ગેની તાલિમ આપવામાં આવી હતી.

 

Previous articleવકતૃત્વ સ્પર્ધામાં ત્રીજા નંબરે મિતલ મકવાણા
Next articleવિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને પકડી પાડતી પાળીયાદ પોલીસ