મંદાના કરિમી હોટ ટોપલેસ ફોટાઓના લીધે ચર્ચામાં છે

786

મોડલ અને અભિનેત્રી તથા પૂર્વ બિગબોસ સ્પર્ધક મંદાના કરિમી પોતાના ફોટા અને ટિપ્પણીઓના કારણે સતત ચર્ચામાં રહે છે. બોલીવુડની હોટ અભિનેત્રીઓ પૈકીની એક મંદાના કરિમીએ હવે નવા ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મુકીને ચર્ચા જગાવી દીધી છે. પોતાના ટોપલેસ ફોટાઓ સોશિયલ મિડિયા ઉપર શેયર કરીને મંદાનાએ નવી ચર્ચા જગાવી છે. કોઇપણ ફિલ્મમાં હાલમાં કામ કરી રહી નહી હોવા છતાં મંદાના પોતાના ફોટાઓ અને સોશિયલ મિડિયા ઉપર બોલ્ડ નિવેદનના કારણે ચર્ચામાં રહી છે. હવે નવા ફોટા જારી કરવામાં આવ્યા છે જેમાં મંદાના હોટ અન બોલ્ડ દેખાઈ રહી છે. આ પહેલા પણ તે અનેક વખત બિકીની ફોટાઓમાં ટ્રોલ થતી રહી છે. લોકોએ સોશિયલ મિડિયા ઉપર તેના ધર્મના આધાર પર ટિપ્પણી કરી હતી. ફિલ્મ ક્યા કુલ હે હમમાં કામ કરી ચુકેલી મંદાના કરિમી હાલમાં એક ટીવી શોમાં નજરે પડી હતી. તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે જેમાં રોય, ભાગ જોની અન મેં ઓર ચાલ્સનો સમાવેશ થાય છે. મંદાના કરિમીની અંગત પર્સનલ લાઇફ અનેક વિવાદોમાં રહી છે. પતિ સાથે ખરાબ સંબંધો અને મારામારીના કારણે પણ તેનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. હોટ મંદાના કરિમીના નવા ફોટાઓની ચર્ચાની સાથે સાથે તેની ચારેબાજુ હાલમાં ટિકા પણ થઇ રહી છે.

તેની પાસે કોઇ નવી ફિલ્મો આવી રહી ન હોવા છતાં તે ફિલ્મોને લઇને આશાસ્પદ છે. હિન્દી ફિલ્મોની સાથે સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા માટે તે પ્રયાસ કરી રહી છે. કેટલીક ફિલ્મો ઇરાનમાં તેને હાથ લાગી હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, આ સંદર્ભમાં સમર્થન મળી શક્યું નથી. બોલીવુડમાં પણ નાના બજેટની ફિલ્મો તેને મળી છે.

Previous articleઆદીનાથના જયઘોષ સાથે છ’ગાઉ યાત્રા સંપન્ન
Next articleરિતિક રોશનની પાસે ક્રિશ ૪ સહિત અનેક ફિલ્મો