ધોનીની ફિલ્મ ‘Roar of the Lion થઈ રિલીઝ, સલમાને ગણાવી ’બ્લોકબસ્ટર’

1080

નવી દિલ્હીઃ ધોનીના ફેન્સ માટે સારા સમાચાર છે. તેની લાઇફ પર આધારિક વધુ એક ફિલ્મ ?? રોર ઓફ લાઈન૨૦ માર્ચે રિલીઝ થઈ ગઈ છે. આ એક ડોક્યૂમેન્ટ્રી સિરીઝ છે, જેને ૨૦-૨૦ મિનિટના ૫ એપિસોડમાં હોટસ્ટાર પર જોઈ શકાશે. આ ફિલ્મની ખાસ વાત છે કે, આ પૂરી કહાની મહેન્દ્ર સિંહ ધઓનીએ ખુદ પોતાની જુબાનીથી સંભળાવી છે. કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મની કહાની ધોનીના આઈપીએલ સફ પર આધારિત હશે, જેમાં ૨૦૧૩ના સ્પોટ ફિક્સિંગથી લઈને સીએસકે પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ અને ફરી ટીમને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી છે. ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે.

રોર ઓફ લાઈનના રિલીઝ થયા બાદ બોલીવુડના સુલ્તાન સલમાન ખાને પણ જોઈ અને તેની ખૂબ પ્રશંસા કરી છે. સલમાને આ ફિલ્મને બ્લોક બસ્ટર ગણાવી છે. સુપરસ્ટારે ટ્‌વીટ પર લખ્યું, ’બ્લોકબસ્ટરથી ઓછી નથી. રોર ઓફ લાઈનજરૂર જુઓ. શુભકામનાઓ ધોની.’

રોર ઓફ લાઈનમાં ધોની સિવાય ચેન્નઈના બીજા સભ્ય સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, મોહિત શર્મા, મેથ્યૂ હેડન અને કોચ માઇક હસીની પણ મહત્વની ભૂમિકા છે.

Previous articleઅજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે
Next articleવિશ્વના ૧૦૦ ફેમસ ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ નંબર-૧ ક્રિકેટર, ધોની ૧૩માં ક્રમે