વારાણસીમાં પ્રિયંકા ગાંધી કહ્યુંઃ રાજનીતિનો સાચો હેતુ લોકોની સેવા છે

515

પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં મહાસચિવ બન્યા બાદ પહેલી વખત વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ લલકાર કર્યો. તેમણે અસ્સી ઘાટ પહોંચીને કહ્યું કે પીએમ મોદી પર પ્રહાર કરીને કહ્યું કે ભાજપના નેતા અહંકારી છે. તમણે એમ પણ કહ્યું કે રાજનીતિનો સાચો હેતુ લોકોની સેવા છે. નવજવાનો પાસે રોજગાર નથી. પ્રયાગરાજથી વારાણસી સુધી બોટ યાત્રા દરમિયાન ત્રણ દિવસમાં તેઓ કિનારા વિસ્તારોમાં ગ્રામજનો અને માછીમારો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી.

બાદમાં વારાણસીના અસ્સી ઘાટ પરથી પ્રિયંકાએ જાહેરાત કરીને કોંગ્રેસ સત્તા પર આવશે તો માછીમારો માટે અલગ મંત્રાલય બનાવાશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ માછીમારો માટે અલાયદું મંત્રાલય બનાવવાની વાત કરી છે.

Previous articleસમજોતા વિસ્ફોટ કેસ : NIA કોર્ટે અસિમાનંદ સહિત ૩ને નિર્દોષ છોડયા
Next articleનિરવ મોદીની લંડનમાં ધરપકડ