યૂનોનો માનવાધિકાર રિપોર્ટ : ભારતને રેડ સિગ્નલ

826

આંતરરાષ્ટ્રીય મંચ પર લગભગ તમામ દેશોની ગતિવિધિ પર વોચ રાખવામાં આવે છે. ત્યાની બદલાતી સામાજિક ,આર્થિક, રાજકીય સ્થિતિ ના સંદર્ભમાં તે આમ પ્રજાને કેવો અનુભવ થઈ રહ્યો છે. તેનું મૂલ્યાંકન કરીને એક રિપોર્ટ તૈયાર થાય છે. યુનોએ તેની રચના સાથે લગભગ માનવ અધિકારોના રક્ષણ માટે મક્કમતા દર્શાવી હતી પેરીસના એક સંમેલનમાં ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના રોજ એક મુસદ્દો ઘડવામાં આવ્યો. તેના ભાગરૂપે તમામ સભ્ય દેશો માણસને માનવ તરીકેની તમામ સુવિધાઓ, સ્વતંત્રતાઓ આપે તે જરૂરી માનવામાં આવ્યું. જેમાં સ્વતંત્રતા, સમાનતા ,વિકાસની અભિવ્યક્તિ, વગેરે બાબતો મુખ્ય ગણાવામાં આવે છે. અભિવ્યક્તિ ,આઝાદી ,ન્યાય તે તેનો પોતાનો માનવસહજ અધિકાર છે .આર્થિક, રાજકીય, સામાજિક સમાનતા ને પણ યોગ્ય બળ મળે અને સૌને આગે કદમ કરવા સાદ પાડવામાં આવે. તેથી દર વર્ષે તેના સભ્ય દેશો માટેનો એક રિપોર્ટ પ્રકાશિત થાય છે .તેનું લાંબા સમય સુધી નકારાત્મક રીતે પેશ થવું તે જે તે દેશ માટે નુકશાનકારક માનવું રહ્યુ.

માનવ અધિકાર સંગઠન ના ચેરમેન મિશ્ચેલ બેચલરે જાહેર કરેલા રિપોર્ટમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં વિકસિત કે વિકાસશીલ તમામ દેશો યુવાઓ ,પછાતો વગેરેને પૂરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવતા નથી  તેઓને અધિકાર પણ મળતો નથી .જે લાંબા ગાળે અસંતોષ પેદા કરી શકે. યુવાવર્ગ જાણે મુખ્ય ધારાથી છૂટો પડી રહ્યો છે. ભારત માટે તેણે ઉમેર્યું કે ભારતમાં રાજકીય પરિપ્રેક્ષમાં બદલાયેલા સંજોગો થી દલિત-આદિવાસી ,લઘુમતી વગેરેનું શોષણ થયું છે. એટલું જ નહીં લઘુમતી સમાજ સામાજિક સમરસતા થી છુટો પડી રહ્યો છે. રાજકીય મનોકામનાઓ થી ઉભી થયેલી સ્થિતિ માટે નજીકમાં આવી વિભાજનકારી નીતિ આર્થિક મોરચે તેને તેની પ્રગતિ પર અસરકર્તા બને !એટલું જ નહીં તેનાથી સમગ્ર રાષ્ટ્રમાં અસંતોષ જોવા મળે .સને ૨૦૧૭માં ગૌહત્યાના મામલા પર ખૂબ ચર્ચા થઈ એટલું જ નહીં વિવિધ પ્રદેશોમાં અલ્પસંખ્યક લોકો પર હુમલા થયા. જેમાં તોફાનો પણ ફાટી નીકળ્યા .ત્યારે જ ૬૪૨ પાનાના રિપોર્ટમાં હ્યુમન રાઈટ વોચના દક્ષિણ એશિયાના ડાયરેક્ટર મીનાક્ષી ગાંગુલીએ કહ્યું હતું કે ભારતના અધિકારીઓ જ સાબિત કરે છે કે લઘુમતી ની સુરક્ષા માટે તેઓ અસફળ છે.  સરકારે ત્યારે ગૌહત્યાના મામલે રાષ્ટ્રીય ઐક્ય ને વિપેક્ષિત કરતા તત્વો સામે કડક રીતે પેશ થવાની ઇચ્છા જાહેર કરવી પડી હતી .આ બાબતોને ગંભીરતાથી લેવા યુનો ચેતવે છે

અહેવાલને લગભગ રૂટીન ગણીને ઘણા તેને હાસિયામા મૂકી દેતા હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર , વિશેષ કરીને વિકસિત દેશોમાં તેનું ખૂબ વજૂદ -મહત્વ છે વારંવાર અને દર વર્ષે તો આપણું રિપોર્ટ કાર્ડ નકારાત્મક કરવું પડે તો ભારતની હાલત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત નબળી તેથી તેની સીધી અસર દેશને મળતી આંતરરાષ્ટ્રીય આર્થિક મદદ પર થવા સંભવ છે આંતરરાષ્ટ્રીય બેંકે નાણાં ભંડોળ કે પછી વિકસિત દેશો જો આ સ્ત્રોતને અટકાવે વીમો પાડે તો ભારત ડામાડોળ થઈ શકે વૈશ્વિક વેપાર-વાણિજ્ય ઉદ્યોગ નવાગામ આવી તમામ બાબતો પર સીધી અસર કરતા છે તેથી સરકારે તેની સમય સૂચક રીતે જોઈને એક્શન લેવા જોઈએ લોકશાહીમાં ચૂંટણી જીતવી સહેલી છે .પરંતુ તેનાથી સામાજિક સમરસતા , માનવમૂલ્યો વગેરે પર થનારી વિઘાતક અસરો તરફથી ધ્યાન હટાવી શકાય નહીં .સામાજિક ઐકય,સમાનતા ચૂંટણીમાં ઝળહળતા વીજય થી વધુ મહત્વના છે . તેવી વાત જો રાજકીય પક્ષો સિદ્ધ કરે તો તે રાષ્ટ્રધર્મી છે તેવું સાબિત થાય.

Previous articleસમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ-રંગોની છોળો વચ્ચે હોળી પર્વની ઉજવણી
Next articleઆજથી પ્રાંરભ થતા ફાલ્ગુન માસના કૃષ્ણપક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ- અવલોકન