સિહોરની જે.જે.મહેતા ગર્લ્સ હાઈ.ના સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન

0
671

શિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના ૫૦ વર્ષ પુરા થતા હોય સુવર્ણજયંતિ મહોત્સવ આગામી તા.૨૯/૩૦/૩૧/માર્ચ ૨૦૧૯ ના રોજ ઉજવવાનુ આયોજન કરેલ છે. આ સંદર્ભે પત્રકાર પરીષદ યોજાયેલ જેમાં  સંસ્થા ના અશ્વિનભાઈ ગોરડીયા તથા ભરતભાઇ મલુકા દ્વારા સંસ્થા ની વિસૃત માહિતી આપી જણાવેલ કે અહીં ૩ દિવસ ના ત્રિવિધ નહિ પરંતુ  પાંચ પાંચ કાર્યક્રમો યોજાશે જેમાં ઉદ્ઘાટન થી લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓ વિવિધ પદો પર ઉચ્ચ કક્ષા એ હોય તેવી દીકરીઓને સન્માનીત કરવી, ભૂમિપૂજન, એનએનએસ,અટલ ટીન્કરિંગ લેબ,ટેબલ ટેનિસ કોર્ટ,બાસ્કેટબોલ સંકુલ, ઉચ્ચતર માધ્યમિક સંકુલ તથા શહેર માં એક રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું છે.    આ કાર્યક્રમ દીનેશચંદ્ર મહેતા મુંબઈ ના અધ્યક્ષતામાં યોજાશે આ પ્રસંગે દાતા પરિવાર,સંતો મહંતો, શિક્ષણવિંદ અને હાસ્યકલાકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, મુંબઈ મિત્રમંડળ સહિત અનેક આગેવાનો, આમંત્રિતો ધી.સિહોર એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા જે.જે.મહેતા વિવિધલક્ષી ગલ્સહાઈસ્કૂલ, તથા એલ.ડી.મુનિ. હાઈસ્કૂલના શિક્ષકગણ તથા સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here