ભણસાળીની ફિલ્મ ‘ગંગુબાઈ’માં પ્રિયંકા ચોપરા ચમકશે

590

સંજય લીલા ભણસાળી અને પ્રિયંકા ચોપરાએ છેલ્લે ‘બાજીરાવ મસ્તાની’માં સાથે કામ કર્યું હતું. તેઓ બંને સંજયની ફિલ્મ ‘ગંગુબાઈ’માં ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ન્યૂઝને કન્ફર્મ કરતાં સંજયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને આ સ્ટોરી પસંદ છે. આ સ્ટોરી ઘણા સમયથી મારી પાસે છે. હું આ ફિલ્મ બનાવવા માટે આતુર છું. પ્રિયંકા અને મારી વચ્ચે વાતચીત ચાલી રહી છે.’

વાસ્તવમાં એવી અફવાઓ હતી કે, ભણસાળી સલમાન ખાન સાથેની તેમની આગામી ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં જ પ્રિયંકાને કાસ્ટ કરવા માગતા હતા. જોકે, પ્રિયંકાએ સલમાનની ફિલ્મ ‘ભારત’ છોડી દીધી હોવાના કારણે બોલિવૂડના આ ભાઇજાને ‘ઇન્શાઅલ્લાહ’માં આ એક્ટ્રેસને કાસ્ટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

Previous articleશહેરમાં ઠેર ઠેર હોલીકા દહન : આજે ધુળેટી મનાવાશે
Next articleરાજકુમાર સાથે વધુ એક ફિલ્મને લઇ કંગના ખુશ