પેથાપુરના ATMમાં ચોરી કરવા જતો શખસ પકડાયો

588

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૪માં આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર શખ્સ પેથાપુરના એટીએમમાં ચોરી કરતાં ઝડપાઈ ગયો છે. એક ચોરી નિષ્ફળ જતા બીજા જ દિવસે ચોરીનો બીજો પ્રયાસ કરનાર આરોપી પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની સતર્કતાથી ઝડપાયો છે.

ઘટનાની વિગતો પ્રમાણે પેથાપુર પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ જયેશભાઈ પેથાપુર ચોકડી ખાતે નાકા પોઈન્ટ પર રાત્રે બંદોબસ્તમાં હતા. રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે પેથાપુર મહાલક્ષ્મી કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ ઈન્ડિયાના એટીએમમાં બાઈક પર પીળા કલરના હેલમેટ પહેરીને શંકાસ્પદ શખ્સ ઘૂસ્યો હતો. જેને પગલે કોન્સ્ટેબલે તાત્કાલિક તેને ઝડપી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈએ  આરોપીની પુછપરછ હાથ ધરતાં આરોપી બિહારના બેરૂઈનો રહેવાસી રોશનકુમાર શ્રવણ મહતો હોવાનું સામે આવ્યું હતું.

Previous articleપરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીનું કિડનેપ કરી, ઝાડ સાથે બાંધી માર મારી ફેંકી દીધો
Next articleગાંધીનગરમાં રોજ ૭૦ ટકા એટલે કે ૩૯ મીલીયન લીટર પાણીનો વેડફાટ