ઊંઝામાં વિધાનસભાની ટિકિટ લેવા આશા પટેલનું જૂથ નીતિન પટેલનાં શરણે

769

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને રાજીનામું અપાવીને ભાજપમાં સામેલ તો કરી દીધાં છે પરંતુ હવે તેના કારણે ભાજપનું જ ઘર સળગ્યું છે. ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશા પટેલને ટિકિટ આપવા સામે પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સિનિયર નેતા નારણ લલ્લુ પટેલે વિરોધ કર્યા બાદ તેમના જૂથને વધુ મજબૂત બનાવવા ઉંઝા પાસે હોટેલમાં સમર્થકોની બેઠક મળી હતી બીજીતરફ આશા પટેલ પોતાના સમર્થકો સાથે નીતિન પટેલના શરણે આવ્યા હતા.

નારણ પટેલે ઉંઝા બેઠક પર દાવેદારી કરવાની સાથે તેમને ટિકિટ ન મળે તો સ્થાનિકને આપવાની રજૂઆત પણ તેમના સમર્થકો દ્વારા પ્રદેશ નેતાગીરીને પહોંચાડી છે. બીજીતરફ આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવતી વખતે અપાયેલા કમિટમેન્ટ મુજબ ભાજપ નેતાગીરી આશા પટેલને જ ટિકિટ આપે તેવી પ્રબળ શક્યતા છે.

બીજીતરફ વિરોધ ઉગ્ર બનતા આશા પટેલનાં જૂથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શરણું લીધું છે. બુધવારે બપોરે આશા પટેલ, શિવમ રાવલ, કેશુભાઇ પટેલ સહિતના ભાજપના સ્થાનિક નેતાઓ અને તેમના સમર્થકો નીતિન પટેલની મુલાકાતે આવ્યા હતા.

 

Previous articleગાંધીનગરમાં રોજ ૭૦ ટકા એટલે કે ૩૯ મીલીયન લીટર પાણીનો વેડફાટ
Next articleઅમદાવાદ-ચેન્નાઇ સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક ટ્રેન દોડાવાશે