અમર શહીદ વીર ભગતસિંહ

1115

આ મહામૂલી ભારતની ગૌરવવંતી ધરતી એની માટીમાંથી મર્દ પેદા થાય છે. એ સૌના કારણે જ આપણે આઝાદ છીએ નાના સાહેબ, તાત્યાટોપે, સરદાર પટેલ, ગાંધીજી, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ કોને ભૂલીએ કોને યાદ કરીએ!

ર૭ સપ્ટેમ્બર ૧૯૦૭ની સાલ ! પંજાબ પ્રાંતના લાયલપુર જિલ્લામાં બંગા નામના એક નાનકડા ગામમાં દેશ પ્રેમની ભાવનાથી રંગાયેલા કિશનસિંહના ત્યા એક-પુત્ર રત્નનો જન્મ થયો, દાદાએ એનું નામ પાડ્યું ભગતસિંહ.

નિશાળે ભણતા ભગતસિંહે વાતો સાંભળી ક્રાંતવીરોની ગાંધીજીની આગેવાની હેઠળ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેની લડત ચાલતી હતી, પણ આપણા ભગતસિંહ તો હતા તરવરિયા જવાન ! ઝૂકે એ જવાન શાનો ?  શાળાનો અભ્યાસ પુરો કરી ભગતસિંહ નેશનલ કોલેજમાં જોડાયા બી.એ. તો થયા પણ મનને ચેન નહોતું માતા ગુલામીની બેડીમાં ઝકડાયેલછી હોય, તો બેટાની ઉંધ કયાંથી આવે ? શાંન્તિ નહી ક્રાન્તિ વાતો એમના મનમાં સળવળી ઉઠી એમણે નક્કી કર્યુ કે ભારતના નવજવાનો આઝાદી માટે ભીખ નહીં માંગે ! અંગ્રેજો પાસેથી આઝાદીને આંચકી લેશે, ત્યારે જ ઝંપશે ક્રાંતિવીરોની મોટી જમાત હતી. ચંદ્રશેખર આઝાદ, સાવરકર, ખુદરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાખાં, તેમાં જોડાઈ ભગતસિંહે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

દશેરાનો તહેવાર આવ્યો પંજાબીભાઈઓ તહેવારના આનંદમાં ડૂબેલા હતા ત્યો અચાનક એક બોમ્બ ફુટયો આરોપ આવ્યો ભગવતસિંહને માથે ! સરકારે ભગતસિંહને પકડી જેલમાં ધકેલી દીધા પણ પાછળથી એમને મુકત કર્યા હતાં. ભગતસિંહ પહોંચ્યા લાહોર ત્યા દેશપ્રેમી જવાનોને એકઠા કરી નવયુવક ભારત સભાની સ્થાપના કરી પછી તો ચંદ્રશેખર આઝાદનો સાથ મળતા ત્રાસવાદી અંગ્રેજોને ખતમ કરવાની બંનેએ બાથ ભીડી અને પહોંચ્યા ડેન નામના પોલીસ અધિકારીના બંગલે ગોળીઓ છુટી ડાઈ વિધાઈ ગયો.

૧૯ર૮ વર્ષમાં સાઈમન કમિશન નિમાયું એના વિરોધ જલિયાનવાલા બાગમાં જંગી સભા ભરાઈ ઉગ્ર ભાષણો થયા ત્યાં જનરલ ડાયરે ગોળીઓનો વરસાદ વરસાવ્યો દેશભક્ત લાલા લજપતરાયની આગેવાની હેઠળ નિકળેલા વિશાળ સરઘસ પર આડેધડ લાઠીચાર્જ થયો. લાલજી ઘવાયા અને મોતને ભેટયા એમને ઘાયલ કરનાર હતો સાન્ડર્સ નામનો પોલીસ અફસર!

અને ભગતસિંહ તેમજ એમના સાથી રાજગુરૂએ લાહોરની પોલીસ ઓફિસમાંથી બહાર નિકળતા સાન્ડર્સને ગોળીબારથી ખતમ કરી નાખ્યો. દેશની જનતાએ ભગતસિંહના આ કાર્યને બિરદાવ્યું. પંડિત જવાહરલાલ નહેરૂએ તેની પીઠ થાબડી, ભગતસિંહ પક્ષ પલટો કરી લાહોર છોડી ભાગી છુટયા અને કલકત્તા આવ્યા તેમને સાથ મળ્યો યતીન્દ્રનાથ દાસનો લોક આંદોલન કચડી નાખવા અંગ્રેજ સરકાર ધારાસભામાં એક ખાસ પ્રકારનું બિલ પસાર કરવાની હતી, આ ખરડો ક્રાંતિની ચળવળની વિરૂદ્ધનો હોવાથી ધારાગૃહને કામ ખોંરભે પાડવા માટે બોમ્બ ફેકવાનું નક્કી થયું. આ જવાબદારી લીધી બટુકેશ્વર તથા ભગતસિંહે ૮મી એપ્રિલ ૧૯ર૯ ક્રાંતિ અમર રહો સામ્રાજયવાદ મર્દાબાદના સુત્રોથી ધારાસભા ખંડ ગાજી ઉઠયો ! ચોપાનિયા ફેકાયા અને બીજી તરફ થયો જોરદાર ધડાકો.

ભતગસિંહ અંગ્રેજી પોલીસને હાથ ઝડપાઈ ગયા તેમને ફાંસીની સજા થઈ. ર૩મી માર્ચ ૧૯૩૧ના રોજ અંધારી રાતે આપણા ત્રણ ક્રાંતિવીરો રાજગુરૂ, સખદેવ અને ભગતસિંહ જય ભારત માતાના પોકાર સાથે ફંસીને માંચડે ચઢ્યા અને દેશને કાજે શહિદ થઈ ગયાં.

Previous articleએરસ્ટ્રાઇકમાં ૩૦૦ આતંકી માર્યા તેના પુરાવા આપે સરકારઃ પિત્રોડા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે