રાજુલા જાફરાબાદમાં પાક વિમો મંજુર થતા ખેડુતોમાં દિવાળી જેવો માહોલ

823

આ વર્ષે અતિવૃષ્ટિને કારણે રાજુલા જાફરાબાદ પંથકના ખેડુતોને પાક નિષ્ફળ ગયો. આ બાબતે રાજયની ભાજપની સરકાર અને કેન્દ્ર સરકારને ડો. હિતેષ બી. હડિયા આહીર આગેવાન, મહામંત્રી અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો, હિરાભાઈ સોલંકી, હિરેનભાઈ હિરપરા, નારણભાઈ કાચડીયા, વી.વી. વધાસિયા, વગેરે આગેવાનોએ લેખીત તેમજ મૌખિક જાણ કરતા રાજય સરકારે સ્થાનિક ઓફિસને સાથે રાખી સર્વે કરાવી ખેડુતોનો હક્કિતમાં હમ દર્દ બની ૪ર ટકા જેટલો મગફળીનો પાક વિમો મંજુર કર્યા છે. જે અંદાજે પ૦ કરોડથી પણ વધારે થાય છે. આધારક ભુત સુત્રોની માહિતી મુબજ અમરેલ  જિલ્લા મધ્ય સહકારી બેંકમા આ પેમેન્ટ હેડ ઓફિસથી રીલીઝ પણ કરી દેવામાં આવ્યું છે.  વધુમાં થોડા સમય પહેલા જ ખેડુત સન્માન નીધી મોટા ભાગે ખેડતુોના ખાતામાં ર૦૦૦ જેવી રકમ પણ મળી જવા પામી છે.

 

Previous articleજાફરાબાદના ધોળાદ્રીમાં પ્રેમ અને લગ્ન મામલે દિકરીના બાપની હત્યા
Next articleબાબરકોટ ખાડીમાં થતુ કામ બંધ કરાવવા ગ્રામજનોની માંગ