ભાવેણામાં ધૂળેટી પર્વની કરાયેલી રંગભેર ઉજવણી

985

બાળકો અને યુવાનોનાં પ્રીય એવો રંગોત્સવ પર્વ ધુળેટીની ભાવેણામાં રંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરનાં વિવીધ વિસ્તારોમાં સવારથી જ બાળકો ઘરની બહાર ફળીયામાં કે શેરી, મહોલ્લામાં અને એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં પહોચી એક બીજાઓ ઉપર પીચકારી વડે પાણી અને રંગ છાંટીને ધુળેટી રમ્યા હતા તો.યુવાનો અને યુવતીઓ પણ એક બીજાને કલર છાંટીને રંગે રમ્યા હતા. અને એક સાથે ગ્રૃપમાં એકબીજાનાં ઘેર જઈને તેમની સાથે પણ ધુળેટી રમ્યા હતા. તો રસ્તા ઉપર પણ લોકો રંગે રમતા જોવા મળ્યા હતા જ્યારે પોલીસ ગ્રાઉન્ડ ખાતે આઈ.જી., એસ.પી. સહિત પોલીસ અધિકારીએ પણ રંગોત્સવ પર્વ મનાવ્યો હતો અને એકબીજાને રંગીને શુભેચ્છા પાઠવી હતી પોલીસ ગ્રાઉન્ડ ખાતે છુટથી પાણીનો ઉપયોગ કરાયો હતો આમ ભાવેણામાં ઉત્સાહભેર ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleમોરારિબાપુ દ્વારા મોઝામ્બિક, મલાવી અને ઝીમ્બાબ્વે પુરગ્રસ્તોને પ૧ લાખની સહાય
Next articleસ્વરદા થિગાલેએ ‘પ્યાર કે પાપડ’માં પોતાને એક છોકરાના વેશમાં સંતાડી!