કોંગ્રેસના પડકારો : ફેઈસ, ફોર્સ, અને ફંડ

710

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ૨૦૧૯માં ત્રણ મુખ્ય પડકારોનો સામનો કરવો પડતો દેખાય રહ્યો છે .સીધી ટક્કર જ્યારે તેની ભાજપ સાથે છે, ત્યારે તે કેવી રીતે તેનો મુકાબલો કરી શકે છે, મહત્વનું છે. રાજનીતિમાં બધું શક્ય છે. પરંતુ તેમ છતાં તેની ચેલેન્જને “ડીપ ફ્રીઝ “ન કરી શકાય.

નરેન્દ્ર મોદી સામે રાહુલ ઘણી બાબતોમાં ’ડિસેબલ ’દેખાઈ રહ્યા છે .મોદી પાસે રાજકીય મુદ્દાઓ ઉછાળવાનું કૌશલ્ય છે. પ્રત્યાઘાતો, આક્ષેપોને અવસરમાં બદલવાની વ્યૂહરચના છે. મેજિકલ ફિગર, ફિટનેસ અને ફેન્ટાસ્ટિક સ્પીચથી તે ઝડપથી લોકહૃદયમાં ઉતરી જાય છે. પોતાની સરકારની ખામીઓને ખૂબીઓમાં વર્ણવવાનો વાણી વૈભવ હંમેશા તેની પડખે ઊભો રહ્યો છે. પોતાની તુલના અને સ્પર્ધામાં પોતાના પક્ષમાં પણ કોઈ પડકાર ઊભો ન થાય તેની સતત સતાવધાની “સ્માર્ટનેસ”  તેણે જાળવી રાખી છે.રાહુલ ગાંધીનુ નેતૃત્વ આમ માણસમાં કોઈ ખાસ પ્રભાવ પાથરી શક્યું નથી. માધ્યમો એ એવી લેહેર ને સતત બળ આપ્યૂ છે કે તેના નેતૃત્વમાં યોજાયેલી લગભગ ૧૦ ચૂંટણીઓ પૈકીની છેલ્લા ત્રણ રાજ્યોની ચૂંટણી સિવાય ક્યાંય તેણે મોટી ફતેહ મેળવી નથી. તેમની પાસે “વૈખરી “નો ખાલીપો છે  ૨૦૧૨ પછી તેના આગમન સાથે તે સામેના પડકારો  સામે સતત ઝુઝતા રહ્યા છે. પરિવારના બેકગ્રાઉન્ડ સિવાય તેણે યુવાનોમાં લોકપ્રિય થવા ઝાઝી સફળતા મેળવી નથી. તેનું સાદગીપૂર્ણ જીવન લોકપ્રિય થઈ શક્યું નથી .આ રીતે કોંગ્રેસ પાસે રાહુલ સિવાયના કોઈ એવા ’એકાઉન્ટેબીલિટી’ ફેઈસનો ફાંસલો દેખાયો છે. સરકારના ’ફેલ્યોર ઈશ્યૂ’ને બળ આપવા પણ તેની ભૂમિકા તાકાતવર સાબિત થઇ શકી નથી.

ભાજપ કેડરબેઝ હોવાનો દાવો કરે તે સાવ ખોલો નથી. તેમના ’સીના તાન કે ’વાળો પોરસ એવો છે કે અમારી પાસે એશિયામાં નહીં બલ્કે વિશ્વમાં પોલિટિકલ પાર્ટીઓ માં સૌથી વધુ કાર્યકરો છે .તેનુ ફોસૅ ચૂંટણીની વાત આવતાં શેરીઓમાં નીકળી પડે છે .હજુ કાંઈ ઉમેદવાર ના ઠેકાણા નથી તોય “વિજય વિશ્વાસ સંમેલનો , ઘર ચલો જેવા વિવિધ બેનરના પપૂડા  સંભળાવા લાગ્યા છે . તેથી અવઢવ મતદાર આભામા આવી પકડાઈ જાય છે. કોંગ્રેસ પાસે નેતાઓ વધુ અને કાર્યકર્તાઓ ઓછા છે .તેવું હંમેશા સંભળાતુ રહ્યુ છે .જે છે તેને કોંગ્રેસ” કેર” કરવામાં ખતા ખાઈ જાય છે .આંદોલનના નેતાઓને આવકારી સિનિયરોની નારાજગી કોંગ્રેસ વહોરી રહી છે .પ્લસ-માઇનસ ની તડજોડ વિચાર્યા વગર વિસ્તાર વાદને તેને મોંઘો પડી જાય છે .કોંગ્રેસ માત્ર ભાજપના નકારાત્મક મહત્વની અપેક્ષાએ બેઠો છે. તેની “આઈડિયોલોજી “ને ઘર ઘર કે મન મન સુધી પહોંચાડવા કાર્યકર્તાની ફોર્સ નથી.

છેલ્લે વાત છે ફંડની.કોગ્રેસ૧૯૮૪માં ૪૦૪ બેઠકો સાથે વિજય બનેલ. અને ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી .આજે કોંગ્રેસ માત્ર ૧૫૦ બેઠક ઉપર નેક ટુ નેક ફાઇટ આપી શકે તેવી હાલતમાં છે .તેમાંથી તેને કેટલી જીતી શકાય તે મહત્વનું છે. જે સંસ્થાએ આખા દેશ પર ૭૦ વર્ષ શાસન કર્યું. તેની પાસે જિલ્લા કક્ષાએ પણ ક્યાંય કાર્યાલયો નથી. ત્યારે ભાજપ ગ્રામ પ્રદેશ સુધી વિસ્તરી ચૂક્યો છે .પાર્ટીને ઉભી કરવા કે જાળવી રાખવા કોઈ કોંગ્રેસીએ ક્યારેય ચિંતા કરી નથી. ભાજપમાં ઉલટી ગંગા છે. કોંગ્રેસને ફંડના ફાંફાં પડશે. ભાજપ પાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લંગાર છે .કોંગ્રેસ પાસે હમણાં જીતેલી ત્રણ અને પંજાબ સિવાય કોઈ મોટી મૂડી નથી. તેથી ફંડ મેનેજ કરવું ઘણુ અઘરુ છે .તે ઘણીવાર આગળ ફંડના દુકાળથી આગળ આવી શક્યો નથી .સને ૨૦૧૭ ની ગુજરાત ચુંટણી માં ફંડ ના અભાવે ૮- ૧૦ બેઠકો નો ખાડો પડ્યો પડ્યો ,નહીં તો સરકાર બનાવી શકાય હોત!?

સમગ્રતયા ભાજપને હરખાવાની જરૂર નથી. ભારતીય મતદાતા પાકટ હંમેશા જણાયો છે .કંઈ પણ કરી શકવા માટે સક્ષમ છે. પરંતુ એનાલિસિસ માં કોંગ્રેસ પક્ષને ઓછા માર્ક મળે છે ,તે નિર્વિવાદ છે.

Previous articleબિહારની ૩૯ સીટો પર ઉમેદવાર જાહેર : શત્રુઘ્નને ટિકિટ મળી નહીં
Next articleવિક્ષેપ અને તેનું સમાધાન