જાફરાબાદ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ કાર્યક્રમ

795

જાફરાબાદ શહેર ખાતે આગામી લોકસભાની ચૂંટણી ર૦૧૯ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા જેમા શહેરના રાજમાર્ગ્‌ પર મતદાતાઓને જાગૃત કરવા વધારેમાં વધારે મતદાન થાય તેવા સુત્રોચ્ચાર અને બેનરો સાથે સ્થાનિક શાળાના બાળકો તથા પ્રબુધ્ધ નાગરિકો અને શિક્ષકો રેલી સ્વરૂપે ફરીને પ્રચાર પ્રસાર કર્યો હતો.

હોળી તેમજ ધૂળેટીના પર્વ્‌ પર સ્થાનિક કોમ ખારવા કોળી સમાજના અગર્ણીઓ સાથેના કાર્યક્રમમાં મતદાન જાગૃતિ લાવવા માર્ગદર્શન અર્થેના કાર્યક્રમમાં તાલુકાના સ્વીપના નડોલ ઓફિસર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.ડી.વાઢેરા દ્વારા વકતવ્ય્‌ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સચિન કુમાર મહેતા, કમલેશ કુમાર પ્રજાપતિ, મહેમુદભાઈ, બાલુભાઈ, રમેશકુમાર મારૂ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Previous articleવલ્લભીપુરમાં તોતણીયાળા ગામે મહાદેવનાં મંદીરમાં તાળા તૂટ્યા
Next articleએકનાં ડબલ કરવાની લાલચ આપતી ઠગ ટોળીને મહુવાથી ઝડપી લેતી એસ.ઓ.જી