અબુધાબીમાં સ્પેશિયલ ઓલમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓનો ડંકો, ૪ ગોલ્ડ સહિત જીત્યા ૧૮ મેડલ

627

નવી દિલ્હીઃ હાલમાં અબુધાબીમાં સમાપ્ત થયેલા સ્પેશિયલ ઓલમ્પિકમાં ભારતનો ડંકો વાગ્યો હતો. ભારતે આ ઈવેન્ટમાં કુલ ૩૬૮ મેડલ જીત્યા હતા. જેમાં ગોલ્ડ ૮૫, સિલ્વર ૧૫૪ અને બ્રોન્ઝ- ૧૨૭નો સમાવેશ થાય છે. ભારતના કુલ ૨૮૪ જેટલ ખેલાડીઓએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના કુલ ૧૬ ખેલાડીઓ (૭ યુવતીઓ, ૯ યુવકો) આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અબુધાબી ગયા હતા. જેમાં ગુજરાતને કુલ ૧૮ મેડલ મળ્યા છે.

ગુજરાતને મળ્યા ૧૮ મેડલ : મહત્વનું છે કે, સ્પેશિયલ ઓલમ્પિકનું આયોજન ૧૪થી ૨૧ માર્ચ દરમિયાન થયું હતું. જેમાં કુલ ૧૯૨ દેશોના ૭૫૦૦ કરતા વધુ એથલેટ્‌સોએ ભાગ લીધો હતો.  ગુજરાતના ખેલાડીઓએ રાજ્યનું નામ રોશન કરતા કુલ ૧૮ મેડલ પોતાના નામે કર્યાં હતા. જેમાં ૪ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ગુજરાતના મંત્ર જીતેન્દ્રકુમાર હરખાનીએએ સ્વીમિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યોતિ વરધાએ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ, મનીષા ચૌહાણ બાસ્કેટબોલમાં સિલ્વર, સાંબરકાંઠાના ચિરાગ ઠાકોરે બાસ્કેટબોલમાં સિલ્વર, નયનકુમાર દેવધરીયાએ સાયકલીંગમાં બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. રેશ્મા તુર્કે ભૂટસલમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. મહેસાણાની ચાર્મી પટેલે હેન્ડબોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રોલર સ્કેટિંગમાં અમદાવાદના રાજ બંધારાએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જુનાગઢના વિનાયક રાજ્યગુરૂએ યુનીફાઇડ બાસ્કેટબોલમાં સિલ્વર મેડલ તો પંચમહાલના રાજેશ પગીએ યુનીફાઇડ હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મહેસાણાના દર્શન પટેલે હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મહિલા વોલીબોલમાં પુષ્પા બારીયા અને સોમી ડામોરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષી મિસ્ત્રીએ સાયકલીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને ૫ કિમીની ઈવેન્ટમાં આ મેડલ મળ્યો હતો.

Previous articleજોરદાર હાર વચ્ચે કેપ્ટન કોહલીએ શોધી નાખ્યો ’હીરો’, હવે બનશે ટીમનું બ્રહ્માસ્ત્ર
Next articleરાજસ્થાન રોયલ્સ આજે કિંગ્સ ઈલેવન પંજાબની સામે ટકરાશે