ગાંધી પરિવારનો કોઈ વ્યવસાય નથી તો અબજોની સંપત્તિ ક્યાંથી આવી?ઃ ભાજપ

772

ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આવક કરતા વધુ સંપત્તિના ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપે રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા. ૨૦૦૪માં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રમાં ૫૫ લાખની સંપત્તિ દર્શાવવામાં આવી હતી જે ૨૦૧૪માં વધીને ૯ કરોડ રૂપિયા કેવી રીતે થઈ? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, ‘આખરે આવકમાં આટલો મોટો વધારો કેવી રીતે થયો, જ્યારે તેમની કમાણીનું એકમાત્ર સાધન સાંસદસભ્ય હોવાનું છે અને તેઓ ડોક્ટર કે વીકલ જેવા વ્યવસાયી નથી.’ આટલુંજ નહીં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કથિત રીતે જમીન સોદો, ફાર્મ હાઉસને ભાડે આપવા અને એક પ્રોપર્ટી સોદા પર સવાલ ઊભા કરતા કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કરવા પણ પડકાર ફેંક્યો હતો. સંબિત પાત્રાએ દિલ્હીના મહરૌલી સ્થિત એક ફાર્મ હાઉસને લઈને દાવો કરતા જણાવ્યું કે, ‘આ લગભગ ૫ એકરનું છે. આ ફાર્મ હાઉસના માલિક રાહુલ અને પ્રિયંકા ગાંધી છે. તેનું નામ ઈંદિરા ફાર્મ હાઉસ છે. ૨૦૧૩માં આ ફાર્મને ફાઈનાન્શિયલ ટેક્નોલોજીસ ઈન્ડિયા લિમિટેડ નામની કંપનીને ભાડે આપવામાં આવ્યું હતું. આ ફાર્મ હાઉસનું પ્રતિ માસ ભાડું ૭ લાખ રૂપિયા હતું. પ્રથમ વખત ૪૦ લાખ રૂપિયા એડવાન્સમાં લેવાયા હતા. આ રકમ વ્યાજ મુક્ત હતી. આવું કેવી રીતે શક્ય બને કે કોઈ એડવાન્સ નાણાં ચૂકવી દે અને વ્યાજ પણ ના લે.’ભાજપે ફાર્મ હાઉસને કથિત રીતે ભાડા પર લેનાર કંપની એફટીઆઈએલને નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડની પ્રમોટર કંપની ગણાવતા કહ્યું કે આ કંપનીએ ૨૦૧૩માં એક મોટું કૌભાંડ આચર્યું હતું.

સંબિત પાત્રાએ દાવો કર્યો કે આ ફાર્મ હાઉસ દ્વારા ૨૦૦૭-૦૮થી ૨૦૧૨-૧૩ સુધીમાં ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ અહીં કોઈ રહેતું નહતું, ફક્ત બન્ને ભાઈ-બહેન રહેતા હતા. રાહુલ ગાંધીએ પોતાની એફિડેવિટમાં આ ફાર્મ હાઉસનીકિંમત ૯ લાખ ગણાવી હતી, પરંતુ તેની ભાડાની આવકમાંથી કરોડો રૂપિયા કમાણી થઈ હતી.

Previous article‘ચોકીદાર’ માત્ર ધનવાનો માટે કામ કરે છેઃ પ્રિયંકા ગાંધી
Next articleચિત્રા મોક્ષધામના નવીનીકરણ માટે દાતાઓનો સાથ સહકાર