તા.૨૫-૦૨-ર૦૧૯ થી ૩૧-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1034

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી બીજે મંગળ અને બારમાં સ્થાનમાં સુર્યનું ભ્રમણ અશુભ પાપકર્તરી યોગનુંન નિર્માણ કરે છે.  જે માનસિક આકરણ ચિંતા અને કાલ્પનીક ભય આપી શકે છે. તેમ છતાં પરાક્રમ સ્થાનમાં રાહુગ્રહનું ભ્રમણ યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મીલકત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનમાં ધીરજ રાખવી જરૂરી બનશે. કોર્ટ કચેરી ાઅને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અૃધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર શનિગ્રહની નાની પનોતીનો કપરો સમય ધીરજ ધરવાનું સુચવે છે. કાર્ય સફળતા જરૂર મળશે. નવા કાર્ય્ની શરૂઆત પણ શુભ રહેશે. માત્રા સ્વભાવ પર નિયંત્રણ અને ભુતકાળનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનુંન રિાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ મળશે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્ર ઉપર રાહુ ગ્રહ અને શનિ કેતુ સાથે મંગળગ્રહનું ભ્રમણ ન સહેવાય ન સમજાય તેવી પરિસ્થિતિનું નિર્માણ  કરે છે. વિચારોની એકાગ્રતા અને આત્મવિશ્વાસ કેળવવો કપરો બની શકે છે.ફ જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ સફળતા મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મિત્રો આતપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સમય સંજોગો અને શક્તિનો સદઉપયોગ કરી શકશો. તો બારમાં રાહુના અશુભ બંધનયોગમાં પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર ભૂતકાળનો ત્યાગ અને વર્તમાનમાં જીવવું જરૂરી છે. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ ગ્રહની નિર્બળતા અને સુર્ય ગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનું સુચવે છે. સંતોષીનર સદા સુખી તે યાદ રાખશો તો કર્મસ્થાન અને લાભસ્થાનની પ્રબળતા કાર્ય સફળતા સાથે માનસિક શાંતિ પણ મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદયી રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રશ્વાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. ગુરૂગ્રહની દ્રષ્ટિ ભાગ્ય સ્થાન ઉપર પડે છે. તેથી નસીબનો સંપુર્ણ સહકાર મળે છે. માત્ર આત્મ વિશ્વાસ કેળવવો જરૂરી છે. નવા કાર્યોના આયોજન માટે પણ શુભ સમય છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક નખર્ચ મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી આયુષ્ય સ્થાનમાં મંગળગ્રહનો અશુભ બંધનયોગ વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવાનું સુચવે છે. જીદ્દી સ્વભાવ અને જુનવાણી વિચારોનો ત્યાગ જ કાર્ય સફળતાના યોગ આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્નફી ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી મળી શકે છે. આપના માટે શુક્રવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી ધન સ્થાનમાં શનિ કેતુ  અને તેના ઉપર રાહુ ગ્રહની દ્રષ્ટિથી અશુભ શાપીત દોષ થાય છે. તેથી જેમને કાળશર્પ યોગ અથવા શાપીત દોષ જન્મની કુંડળીમાં હોય તેમને ખુબ જ ધીરજ ધરવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સંભળવાનું સુચવે છે. શનિગ્રહની પનોતીનો કપરો સમય અને સુર્ય ગુરૂ ગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી જે પરિસ્થિતિ છે તે સાચવવામા જ પ્રગતિ સમજવી જરૂરી છે. કારણ કે ગ્રહો નિર્બળ ફળ આપે છે.  મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે  શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર રાશી પત્તી શનિગ્રહનું ભ્રમણ બંધનયોગ સાથે અશુભ પનોતીનું નિર્માણ કરે છે. જે કાર્યોમાં અવરોધ આપી શકે છે. તેમ છતા અન્યગ્રહોના આર્શિવાદથી કપરા કાર્યો પણ સરળ બની શકે છે. માત્ર ધગસ અને ધીરજ કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ જળવાઈ રહેશે. જાહેર જીવનથી પ્રતિષ્ઠા મળશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુખ સ્થાનમાં મંગળગ્રહનો અશુભ બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેથી ખોટા અને મોટા પ્રલોભનોથી દુર રહીને વાસ્તવિકતામાં જીવવું જરૂરી છે. મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહ લાભદાયી રહેશે. વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે.  કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શિવાદ મળે છે. માત્ર રાહુ ગ્રહનો બંધનયોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારો આપે છે જે કાર્યોમાં સફળતાને પણ નિષ્ફળતાને બદલી શકે છે. તેથી આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleચિત્રા મોક્ષધામના નવીનીકરણ માટે દાતાઓનો સાથ સહકાર
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે