ઇસરો ૧ એપ્રિલે એસિમૈટ સેટેલાઇટ લોન્ચ કરશે : દુશ્મન પર નજર રખાશે

416

ભારત એક એપ્રિલનાં રોજ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન માટે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજેંસ સેટેલાઇટ લોન્ચ કરવા જઇ રહેલ છે. ભારતીય અંતરિક્ષ સંગઠન (ઇસરો)એ રોજ જણાવ્યું કે, ’આ સેટેલાઇટ સાથે ૨૮ થર્ડ પાર્ટી સેટેલાઇટને પણ લોન્ચ કરવામાં આવશે. આ પ્રથમ વાર હશે કે જ્યારે પીએસએલવીથી પૃથ્વીથી ત્રણ કક્ષાઓમાં સેટેલાઇટ્‌સને પ્રક્ષેપિત કરવામાં આવશે. એમિસૈટ સેટેલાઇટનો ઉપયોગ દુશ્મનાં રડાર વિશે જાણવા અને કમ્યુનિકેશંસ ઇન્ટેલિજન્સ અને તસ્વીરોને ભેગી કરવા માટે કરવા આવશે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)નાં પૂર્વ વૈજ્ઞાનિકે કહ્યું કે, ’મિલિટ્રી સેટેલાઇટ જેવાં કે એમિસેટની ત્રણ ખાસિયત છે. પ્રથમ આ દુશ્મનનાં રડારની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે. બીજી સીમા પર તૈનાત સેંસરને આધારે દુશ્મનનાં ક્ષેત્રની સટીક સ્થલાકૃતિ વિશે જાણવામાં મદદ કરશે. ત્રીજી કોમ્યુનિકેશન ઇન્ટેલિજન્સને આધારે એ માલૂમ થશે કે તે ક્ષેત્રમાં કેટલાં કમ્યુનિકેશન ડિવાઇસ સક્રિય છે.

ડીઆરડીઓની ૪૩૬ કિલોની સેટેલાઇટને પૃથ્વીની કક્ષામાં ૭૩૬ કિ.મી પર પ્રક્ષેપિત કરવામાં આવશે. એનાંથી તપાસ એજન્સીઓને શત્રુ દેશો જેવાં કે પાકિસ્તાન પર બાજની નજર રાખવામાં મદદ મળશે. વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે, તપાસ એજન્સીઓ દુશ્મનનાં હથિયારો અને સૈન્ય પૂંજી પર ડ્રોન્સ, એરોસૈટ અથવા તો પેરાશુટને આધારે બાજ નજર રાખે છે.

કે જેનાંથી દુશ્મનનાં વિસ્તારો અને સેટેલાઇટ પર નજર રાખે છે. આ તમામની એક સીમા છે.

ડ્રોન માત્ર કેટલાંક કલાકો માટે ઉડી શકે છે અને પેરાશુટ ત્યાં સુધી ઉડી શકે છે કે જ્યાં સુધી તેમાં હિલિયમ ગેસ હોય છે અને ઉપગ્રહ સ્થિર નથી હોતાં. આ જ કારણથી અનેક ઇલેક્ટ્રોનિક સેટેલાઇટને લોન્ચ કરવાંથી દુશ્મનની સૈન્ય પૂંજી અને તેઓની ગતિવિધિઓની સતત દેખરેખ રાખવી અને દુશ્મનનાં રડાર પર નજર રાખવામાં મદદ મળે છે. બાલાકોટનાં આતંકી કેમ્પોમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એર સ્ટ્રાઇકને સમયે ૩૦૦ મોબાઇલ સક્રિય હતાં. એમિસૈટ પહેલાં ઇસરોએ ડ્ઢઇર્ડ્ઢંનાં માઇક્રોસેટ આરનું ૨૪ જાન્યુઆરીનાં રોજ પ્રક્ષેપણ કર્યુ હતું કે જે રાતમાં તસ્વીરો ખેંચવામાં સક્ષમ છે.

Previous articleહાથી સાઈકલ પર બેસે તો પંચર તો પડવાનું જ : સ્મૃતિ
Next articleમોદીને નહીં હરાવીએ તો તેઓ અનંતકાળ સુધી વડાપ્રધાન બની રહેશેઃ કેજરીવાલ