સિહોરની વિદ્યામંજરી સ્કુલમાં ધો.૧૧ પ્રવેશ પરીક્ષા લેવાઈ

532

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્ક્રુતિ સ્કૂલ ખાતે રવિવારનાં રોજ ધોરણ – ૧૧ (આટ્‌ર્સ / કોમર્સ / સાયન્સ) નાં પ્રવેશ માટેની પરીક્ષાનાં પ્રથમ રાઉન્ડનું આયોજન કરાયું. આ પ્રવેશ પરીક્ષામાં સિહોર તાલુકાની જુદી-જુદી શાળાઓમાંથી ૨૨૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ – ૧૦ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનાં વાલીને ધોરણ-૧૦ પછી શું? તે વિશે કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું હતુ. વાલીઓ દ્વારા માં સરસ્વતીની આરતી પણ કરવામાં આવી હતી. શાળાની ધોરણ – ૧૧ (આટ્‌ર્સ / કોમર્સ / સાયન્સ) ની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થી/ વાલીઓને મુંઝવતાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સંસ્થાનાં સંચાલક/ટ્રસ્ટી પી.કે.મોરડીયા દ્વારા વાલીઓને સંસ્થાની કાર્યપ્રણાલી અને પ્રવેશ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રવેશ પરીક્ષાને સફળ બનાવવા માટે સંસ્થાનાં આચાર્ય અનિકેતભાઇ રાજ્યગુરુ અને સમગ્ર વિદ્યામંજરી શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

Previous articleદામનગરના જૈન શ્રેષ્ઠીની પ્રાર્થના સભામાં વિવિધ સંસ્થાની ઉપસ્થિતિ
Next articleઉચૈયા પ્રા.શાળામાં ધુળેટીની ઉજવણી