કોલકત્તા-કિંગ્સ ઇલેવનની વચ્ચે રોચક જંગ રહી શકે

655

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની રોમાંચક શરૂઆત થયા બાદ આવતીકાલે  કોલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાનાર છે.

મેચને લઇને બંને ટીમો જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. દિનેશ કાર્તિકની ટીમ કોલકત્તાના દેખાવ પર તમામની નજર રહેશે. કોલકત્તાની ટીમમાં રસેલ પણ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.  પ્રથમ મેચમાં તે પોતાની ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. કોલકત્તાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી શકે છે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી છે.દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલક્તાની ટીમમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડી છે.

ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.  કિંગ્સ ઇલેવન પંજાબે પોતાની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ પર રાજસ્થાનમાં સવાઈન માનસિંહ સ્ટેડિયમ પર જીત મેળવી હતી જ્યારે બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન ઉપર જીત મેળવી હતી. રવિચંદ્રન અશ્વિનની કેપ્ટનશીપ ઉપર મુખ્ય આધાર રહેલો છે. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ક્રિશ ગેઇલ ઉપર પણ મુખ્ય આધાર રહેશે. પહેલી જ મેચમાં ક્રિસ ગેઇલે જોરદાર બેટિંગ કરીને ૭૯ રન ફટકાર્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબ આ વખતે વધુ સારા દેખાવના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. અશ્વિન પોતાની કેપ્ટનશીપની કુશળતા દર્શાવવા માટે સજ્જ છે. આ ટીમમાં કે રાહુલ, મયંક અગ્રવાલ પણ સારા દેખાવ માટે આશાવાદી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રસેલ મેચ વિનર તરીકે સાબિત થઇ ચુક્યો છે. રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક, બ્રેથવેઇટ પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા છે. બંને ટીમો નીચે મુજબ છે.

કિંગ્સ ઇલેવન પંજાબ : મયંક અગ્રવાલ, અર્ષદીપ, મુરુગન અશ્વિન, આર. અશ્વિન (કેપ્ટન), અયાચી, કરેન, ગેઇલ, બ્રાર, હેનરીક્સ, શરફરાઝ ખાન, મનદીપસિંહ, મિલર, સામી, રહેમાન, કરુણ નાયર, નાતકંદ, પૂરન, કે. રાહુલ, રાજપૂત, સિમરનસિંઘ, ટાઈ.

કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા

Previous articleIPL : ‘માંકડિંગ’ નહિ, ધોની-કોહલીની બેઠકમાં થયું’તું નક્કી : શુક્લા
Next articleજર્મનીનો નેધરલેન્ડ પર ૩-૨થી વિજય