ભાવ. યુનિ. કર્મચારી મંડળી દ્વારા શહીદ ફંડમાં ર.પ૧ લાખ અપાયા

617

ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., અને ભાવનગર યુનિવર્સિટીના ભવનો અને કોલેજોના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ તા. ૧૪-ર-ર૦૧૯ના રોજ પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોના પરિવારને આર્થિક સહાય પુરી પાવાના આશયથી અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં માટે કુલ રૂા. ર,પ૧,૦૦૦/- નો ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ રકમનો ચેક તા. ૧૬-૩-ર૦૧૯ના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ, સરદારનગર, ખાતે મંડળીના માનદ્દ મંત્રી મિલનસિંહ પરમાર અને ફાર્મસી કોલેજના ઈચા. આચાર્ય હર્ષુલભાઈ પરિખ દ્વારા શહિદ સેનિક પરિવાર સહાય ટ્રસ્ટના સ્થાપક જનાર્દનભાઈ ભટ્ટ અને ટ્રસ્ટીઓ અને ભારત કે વીર પોર્ટલના નોડલ ઓફિસર અને બી.એસ.એફ.ના આઈ.જી. અમિત લોઢાને રૂબરૂ કાર્યક્રમ દરમ્યાન અર્પણ કરવામાં આવ્યો હતો. વધુમાં યુનિવર્સિટી મંડળી દ્વારા દર માસે ૩૦ હજાર જેટલી રકમ નિયમિત શહિદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટને મોકલવામાં આવે છે. આ સાથે યુનિવર્સિટીના એન.એસ.એસ. યુનિટો દ્વારા પણ ૧ લાખથી ઉપરની રકમનો ચેક પણ અલગથી ઉકત કાર્યક્રમ દરમ્યાન એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર હિમલભાઈ પંડયા દ્વારા અર્પણ કરવામાં આવેલ.

Previous articleરવુભાઈ ખુમાણને નિગમના ચેરમેન બનાવવા કાઠી સમાજ દ્વારા માંગણી
Next articleઅમદાવાદના પત્રકારના હત્યારાને ઝડપી લેવા રાજુલા પત્રકારોની માંગ