ગુજરાત ચૂંટણી માટે આજે જાહેરનામુ જારી કરી દેવાશે

731

લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે જે પૈકી ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. આવતીકાલે ૨૮મી માર્ચના દિવસે જાહેરનામુ જારી થવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમી ચરમસીમાએ પોંચશે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ તેની મોટાભાગની સીટો માટે ઉમેદવાર જાહેર કર દીધા છે. ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ પક્ષ પ્રમુખ અમિત શાહ મેદાનમાં છે. આવતીકાલે રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા જાહેરનામુ જારી કરાયા બાદ ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. આ પ્રક્રિયા ચોથી એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ ઉમેદવાર પાછા ખેંચવાની તારીખ આઠમી એપ્રિલ રહેશે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઉમેદવારી પાછી ખેંચવાન છેલ્લ તારીખ ૪થી એપ્રિલ રહેશે. ચકાસણીની સાથે પાંચમી એપ્રિલના દિવસે રહેશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ ૮મી એપ્રિલ રહેશે. તમામ ૨૬ સીટ ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે લોકસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. દેશભરમાં કુલ સાત તબક્કામાં ચૂટણી યોજાનાર છે. આ વખતે આ કામગીરી ઓછા તબક્કા હોવા છતાં નિર્ધારિત ગાળામાં પૂર્ણ કરાશે. ચૂંટણી પંચને એવી દહેશત પણ સતાવી રહી છે કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મની પાવરનો ઉપયોગ થઇ શકે છે. આ શક્યતાને ડામવા માટે ચૂંટણી પંચે કેટલાક પગલા લીધા છે. ફ્લાઇંગ ટુકડીઓ પણ ગોઠવવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ચકાસણી પણ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે.ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર મતગણતરીને લઇને તમામ પગલા લેવાયા છે. ગુજરાતમાં આટલી રકમની હેરફેર વેપારીઓ અને આંગડિયાઓ તથા અન્ય માટે સામાન્ય હોવાથી આ વખતે કેવું વલણ અખત્યાર કરવામાં આવશે તે જોવું રહ્યું. ગુજરાતમાં ચૂંટણીને લઇને રાજકીય ગરમી હવે વધી ગઈ છે.

Previous articleગુજરાતમાં તીવ્ર હિટવેવનું મોજુ : પારો હવે ૪૧ થયો
Next articleપોરબંદર દરિયામાંથી ૫૦૦ કરોડના ડ્રગ્સનો જથ્થો કબજે : ૯ ઇરાનીની ધરપકડ