સારા અલી સાથે કાર્તિકની મિત્રતાથી અનન્યા પરેશાન

706

સારા અલી ખાન અને કાર્તિક વચ્ચે વધતી જતી મિત્રતાના કારણે અનન્યા પાન્ડે હવે પરેશાન થયેલી છે. અનન્યા પાન્ડે અને કાર્તિક એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળી રહ્યા છે ત્યારે સારા સાથે કાર્તિકની મિત્રતાના કારણે અનન્યા પરેશાન થાય તે સ્વાભાવિક છે. સારા અને કાર્તિક હાલમાં એક  ફિલ્મમાં કામ કરી રહ્યા છે. બંનેની જોડી ખુબ લોકપ્રિય થઇ રહેલી છે. સારા હાલમાં  એક પત્રકાર પરિષદ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે કાર્તિક આર્યનને લઇને તે ખુબ આશાવાદી છે.

બંનેની મિત્રતા લોકપ્રિય થઇ રહેલી છે. સોર્સની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો કહી શકાય છે કે અનન્યા પાન્ડે કાર્તિક સાથે સંબંધ ધરાવે છે. આના કારણે તે પરેશાન થયેલી છે. સોર્સનુ કહેવુ છે કે સારા અને કાર્તિક છેલ્લા કેટલાક મહિનાથી બિલકુલ નજીક છે. અનન્યા પાન્ડે માટે તમામ બાબત સરળ નથી. અનન્યા અને કાર્તિક વચ્ચે સંબંધ વધારે જુના છે. બંને વચ્ચે કેટલાક મતભેદો રહ્યા છે. એમ માનવામાં આવે છે કે સારા અને કાર્તિક વચ્ચે મિત્રતાના કારણે હેરાન છે. કામની વાત કરવામાં આવે તો કહી શકાય છે કાર્તિક અને અનન્યા હાલમાં પતિ પત્નિ અને વોની રીમેકમાં કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર પણ છે. અનન્યા સ્ટુડન્ટ ઓફ ધ યર-બે ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ છે. સારા અને અનન્યા બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. આગામી દિવસોમાં કોઇ નવી વાત સપાટી પર આવે તેવી  શક્યતા છે. ચન્કી પાન્ડેની પુત્રી અનન્યા આગામી દિવસોમાં અન્ય કેટલીક હિન્દી ફિલ્મો પણ સ્વીકારી રહી છે. સારા અને કાર્તિકની ફિલ્મ લવ આજ કલની સિક્વલ ફિલ્મ બનાવી રહ્યા છે. જેની ઉત્સુકતા છે.

Previous articleસેક્સી સ્ટાર સની લિયોન હજુ સૌથી લોકપ્રિય હસ્તી
Next articleહાઉસફુલ-૪ ફિલ્મને લઇ પુજા હેગડે ખુબ વ્યસ્ત