સાઇના નેહવાલ પ્રથમ ક્વાર્ટરની કમાણીમાં બીજા સ્થાન પર

1134

લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ સાઇના નેહવાલે નવા સિઝનના પ્રથમ ત્રિમાસીકગાળામાં મહિલા સિંગલ્સમાં સર્વાધિક કમાણી કરનાર ખેલાડીઓમાં બીજા સ્થાન પર છે. હૈદરબાદની ૨૮ વર્ષની આ ખેલાડીએ પોતાના કરિયરની કમાણીમાં આ વર્ષે અત્યાર સુધી ૩૬,૮૨૫ ડોલર જોડ્યા છે. તેણે ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીત્યું જ્યારે તે મલેશિયા માસ્ટર્સના સેમીફાઇનલ અને ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી.

ડિફેન્ડિંગ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ચીનની ચેન યુફેઈ (૮૬,૩૨૫ ડોલર) મહિલા સિંગલ્સમાં સર્વાધિક કમાણી કરનારી ખેલાડી છે. ચીની તાઈપેની વિશ્વમાં નંબર એક તાઇ જુ યિંગ ૩૬,૧૦૦ ડોલરની સાથે ત્રીજા સ્થાન પર છે. ઓલમ્પિક સિલ્વર મેડાલિસ્ટ પી વી સિંધુ ૫૦,૦૦૦ ડોલર ઈનામી ઈન્ડિયા ઓપનનું ટાઇટલ અને ૨૪,૫૦૦ ડોલરની ઈનામી રાશિ જીતીને પોતાની સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે. પુરુષ સિંગલ્સમાં કેંતો મોમોતાએ પોતાના કરિયરની કમાણીમાં ૯૪,૫૫૦ ડોલર જોડ્યા છે. ત્યારબાદ ડેનમાર્કના વિક્ટર એક્સેલસન (૪૪,૧૫૦ ડોલર)નો નંબર આવે છે.

Previous articleઈન્ડિયા ઓપન બેડમિન્ટનઃ સિંધુનો સેમિફાઈનલમાં પ્રવેશ
Next articleપાકિસ્તાન ઑસ્ટ્રેલિયા સામે સતત ચોથી વન ડે હાર્યું