મોદી જ દેશને મજબૂત સુરક્ષા પુરી પાડવામાં સક્ષમ છે : શાહનો હુંકાર

703

ગાંધીનગર લોકસભા બેઠક માટે સૌપ્રથમવાર ઉમદેવારીપત્ર ભરવા જતાં પહેલાં યોજેલા ભવ્ય રોડ શો અને જાહેસસભાને સંબોધન કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાના ભાષણની શરૂઆત ભારત માતા કી જય થી કરી હતી. અમિત શાહે આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએને મહત્તમ બેઠકો મળવાની આશા સાથે ફરી એકવાર સત્તાસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનું સુકાન સંભાળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઉમેદવારીપત્ર દાખલ કરતા પહેલા અમદાવાદમાં રેલીને સંબોધતા તેમણે કહ્યું તું કે ભાજપ તેમની લાઈફ છે. દેશના લોકો છેલ્લા ૭૦ વર્ષથી જે નેતાની રાહ જોઈ રહ્યા હતા તે નેતા લોકોને હવે મળ્યા છે. લોકસભાની ચુંટણી માત્ર એક જ મુદ્દા પર લડવામાં આવનાર છે. જ્યારે તેઓ પૂછે છે કે દેશનું નેતૃત્વ કોણ કરશે ત્યારે હિમાચલથી કન્યાકુમારી અને કામરૂપથી ગાંધીનગર સુધી એક જ અવાજ આવે છે અને તે મોદી મોદી મોદીનો છે. શાહે દાવો કર્યો હતો કે માત્ર મોદી, ભાજપ અને એનડીએ દેશને મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં અહીં વિકાસની ગતિ અતિ ઝડપથી જારી છે. મુખ્યમંત્રી બનતા પહેલા જ મોદીની લોકપ્રિયતા સતત વધી રહી હતી. શાહે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક મજબૂત નેતા તરીકે રહ્યા છે.

તેમણે ભાજપના હજારો કાર્યકરો અને વિશાળ જનમેદનીનો જોશ વધારતાં જણાવ્યું હતું કે, તમે એટલા પ્રચંડ અવાજથી જય બોલો કે, મોદીજી સુધી છેક નોર્થઈસ્ટમાં અવાજ જવો જોઈએ. તમામ સાથી પક્ષોનું સ્વાગત છે. સને ૧૯૮૨ના દિવસો યાદ આવ્યા. બૂથ પર પોસ્ટર લગાવતા આજે ભાજપે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યો. મારા જીવનમાંથી ભાજપને કાઢી દો તો શૂન્ય રહે. લાલ કૃષ્ણ અડવાણી અને અટલ બિહારી બાજપાઈ જ્યાંથી જીત્યા હતા ત્યાં લડવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૂંટણી એક જ મુદ્દે લડાશે કે દેશનું નેતૃત્વ કોણ કરશે. અરૂણાચલથી કન્યાકુમારી સુધી એક જ અવાજ આવે મોદી મોદી. ફરી એકવાર મોદીની સરકાર બનશે. અંતમાં અમિત શાહે ૧૯૮રના દિવસો યાદ કરતાં હતું કે મારું સૌભાગ્ય છે કે મને ગાંધીનગરથી ઉમેદવાર બનાવ્યો. હું અડવાણીજીની વિરાસતને દિલથી પરિશ્રમથી આગળ વધારવાની કોશિશ કરીશ. એક જ વ્યક્તિ મોદી, એક જ પક્ષ ભાજપ અને એનડીએ જ દેશને સુરક્ષા આપશે. તમારા બધાના આશીર્વાદથી હું ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યો છું. આ ચૂંટણી દેશનું નેતૃત્વ કોણ સંભાળે તે એક મુદ્દા પર લડાઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે મારા જીવનમાંથી ભાજપ કાઢી નાખો તો શૂન્ય બચશે. અમિત શાહના ભાષણને હજારો કાર્યકરોએ તાળીઓના ગડગડાટ અને ભારત માતા કી જય, વંદે માતરમ્‌ સહિતના નારાથી વધાવી લીધુ હતું.  અમિત શાહે રોડ શો પહેલા કાર્યકરોને સંબોધન કરતા ક્હ્યું હતું કે ૧૯૮૨માં તેઓ અહીં બુથ કાર્યકર તરીકે નારાયણપુરા વિસ્તારમાં પોસ્ટર અને પત્રો ચિપકાવવાનું કામ કરતા હતા. આજે પાર્ટી અધ્યક્ષ તરીકે દેશની સૌથી મોટી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આજે તેમની પાસે જે કઈપણ છે તે ભાજપના કારણે છે. અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દેશનું નેતૃત્વ કોણ કરશે તે મુદ્દા પર આ ચુંટણી લડવામાં આવશે. જ્યારે દેશનું નેતૃત્વ કોણ કરશે તેવો પ્રશ્ન થાય છે ત્યારે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી અવાજ આવી રહ્યા છે કે મોદી ચોક્કસપણે દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. ગુજરાતની પ્રજાને અપીલ કરતા અમિત શાહે તમામ ૨૬ સીટો મોદીને અપાવવા અને સંપૂર્ણ શાન સાથે વડાપ્રધાન બનાવવા અપીલ કરી હતી. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે ગાંધીનગરમાં વિકાસના કામો અડવાણીના નેતૃત્વમાં ઝડપથી થયા છે. તેઓ આ કામગીરીને વધુ આગળ વધારવા માટે ઉત્સુક છે. ગાંધીનગર સીટ ભાજપ માટે શક્તિશાળી બેઠક તરીકે છે અને આ બેઠક ઉપર જાતિગત સમિકરણને ધ્યાનમાં લેવામાં આવે તો પણ ભાજપની એકતરફી જીત દેખાઈ રહી છે. શાહ મેદાનમાં ઉતર્યા બાદ લોકોનો ઉત્સાહ વધ્યો છે.

Previous articleભવ્ય રોડ શો બાદ અમિત શાહે વિધિવત રીતે ઉમેદવારી નોંધાવી
Next article૨૫મીએ મોદી વારાણસીમાં રોડ શો કરશે : ૧૧મીએ ઉમેદવારી કરશે