પૃથ્વી શૉ સૌથી ઓછી ઉંમરમાં શતકવીર બનવાથી ચૂક્યો

614

શનિવારે સાંજે ફિરોજ શાહ કોટલા મેદાન પર નાટકીયતા અને રોમાન્સની પરાકાષ્ઠા પર પહોંચેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ (ડ્ઢઝ્ર)એ કોલકાતા નાઇટ રાઇડર્સ (દ્ભદ્ભઇ)ને સુપર ઓવરમાં હરાવી દીધી હતી. દિલ્હીની ટીમ જીત માટે ૧૮૬ રનોનો મોટો લક્ષ્યાંકની નજીક પહોંચીને કુલદીપ યાદવની છેલ્લી ઓવરમાં ૬ રન બનાવી શકી નહોતી. બન્ને ટીમોનો સ્કોર બરાબરી પર રહ્યા હતા અને મેચ સુપર ઓવર સુધી રોમાન્સથી ભરપુર રહી હતી.

આ મેચમાં દિલ્હી કેપિટલ્સના યુવા સલામી બેટ્‌સમેન પૃથ્વી શૉ નાઇન્ટીજનો શિકાર બન્યો હતો. પૃથ્વીએ ૯૯ રન (૫૫ બોલ, ૧૨ ચોગ્ગા, ૩ સિક્સર) બનાવીને લોકી ફગ્યુર્સનના બોલ પર વિકેટની પાછળ દિનેશ કાર્તિકને કેચ આપી બેઠો હતો. ૧૯ વર્ષ ૧૪૧ દિવસના પૃથ્વી શો માત્ર એક રનથી આઇપીએલના ઇતિહાસમાં સૌથી ઓછી ઉંમરના શતકવીર બનવાથી ચૂક્યો હતો.

તેની સાથે આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં સદી બનાવવાનો રેકોર્ડ મનીષ પાંડેના નામે કાયમ રહ્યો હતો. મનીષ પાંડેએ ૨૧ મે ૨૦૦૯ના રોજ રોયલ ચેલેંજર્સ બેંગ્લુરુ (ઇઝ્રમ્) તરફથી રમતા ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ સેન્ચુરિયનમાં અણનમ ૧૧૪ રનોની ઇનિંગ રમી હતી, ત્યારે તેઓ ૧૯ વર્ષ ૨૫૩ દિવસનો હતો.

જેવો પૃથ્વી શોની પાસે આઈપીએલમાં સૌથી ઓછી ઉંમરમાં સદી ફટકારવાનો મોકો હજી પણ તેની પાસે છે. આ સિઝનમાં તે સદી પુરી કરવામાં સફળ રહ્યો, તો મનીષ પાંડેનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.

Previous articleરબાડાએ રસેલને ફેંકેલો યોર્કર ’બોલ ઓફ ધ આઈપીએલ’ બનશેઃ ગાંગુલી
Next articleસ્લો ઓવર રેટ બદલ રોહિત શર્માને ૧૨ લાખનો દંડ ફટકારાયો