રજુઆતો બાદ ધાતરવાડીની ડેમની કેનાલનું કામ સારૂં થતા ખેડૂતો ખુશ

529

ધાતરવાડી ડેમમાં બનતી ૩ કરોડના ખર્ચે કેનાલનું કામ બાબતે પ્રસિદ્ધ થયેલ અહેવાલથી તપાસ અધિકારીની કડક સૂચનાથી કરતા જ કામ પરફેક્ટ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

રાજુલાનાં ધાતરવાડી ડેમમાં અંદાજીત ૩ કરોડના ખર્ચે કેનાલ બની રહી છે. જેમાં ખેડૂતોમાં ફરીયાદ ઉઠી હતી. આ બાબતનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો ત્યારે ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા માંગણી ઉઠી હતી.

અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કામ યોગ્ય રીતે ચાલી રહ્યું અને યોગ્ય કરવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. હાલમાં આ કેનાલનું કામ સતત મોનીટરીંગથી કરતા કેનાલની ગુણવત્તા મુજબ કામ થતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleઓમ ઈન્ટરનેશનલ વિદ્યાસંકુલ કુંભારિયા ખાતે શિષ્યવૃત્તિ પરીક્ષા
Next articleરાજુલાના ૧૩ ગામો માટે સિંચાઇનું પાણી છોડાતા ખુશી