કાળીયાબીડમાં થયેલી ચોરીનો આરોપી એસટી પાસેથી ઝડપાયો

912

આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે  દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે કાળીયાબીડ સાગવાડીમાં ચાર માસ પહેલા ચોરી થયેલ તે ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રીયાઝ ઉર્ફે પપ્પી રજાકભાઇ રહે. સુરેન્દ્રનગર વાળો એસ.ટી.બસ સ્ટેશનના દરવાજા પાસે બ્લુ કલરનું જીન્સ પેન્ટ તથા લીલા તથા કાળા કલરની આખી બાયનું ટીર્શટ પહેરને ઉભો છે. તેવી હકિકત મળતા સદરહું જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા નિલમબાગ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં નાસ્તો ફરતો છે. તેમ પુછ પરછમાં જણાવતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાયર્વાહી કરી મજકુરને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આગળની કાયર્વાહી કરવા સોપી આપેલ છે.

Previous articleઓખા મુકામે સી સ્કાઉટ-ગાઇડ કેમ્પમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ભાવેણાંના સ્કાઉટ-ગાઇડ
Next articleવાહનચોરીના ગુન્હાનો ફરાર આરોપી જોગસપાર્કમાંથી ઝડપાયો