સમય હાથમાંથી નિકળી રહ્યો છે, હવે ઇઝ્રમ્એ તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ બોલિંગ કોચ નેહરા

753

જયપુરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બોલિંગ કોચ આશીષ નેહરાનું માનવું છે કે, તેની ટીમની પાસે હવે સમય નથી અને હાલની આઈપીએલ સિઝનમાં જીતના પાટા પર પરવા માટે હાથમાં આવેલી તમામ તકનો ફાયદો ઉઠાવવો પડશે. રાજસ્થાન રોયલ્સે આરસીબીને ૭ વિકેટથી હરાવી હતી, જે તેની સતત ચોથી હાર છે.

નેહરાએ મેચ બાદ સંસાદદાતાઓને કહ્યું, ’તમે મેચ ત્યારે જીતી શકો છો, જ્યારે હાથમાં આવેલી દરેક નાની તકનો લાભ ઉઠાવો છો.’ હવે અમારી પાસે વધુ સમય નથી કારણ કે માત્ર ૧૪ મેચ રમવાની છે. તેણે કહ્યું કે, કેટલાક રોમાંચક મેચ જીતવાથી આરસીબી લય હાસિલ કરી શકશે.

તેણે કહ્યું, જો તમે બે રોમાંચક મેચ જીતો છો તો બે જીત અને ૨ હાર થાય તો યોગ્ય છે. ટોપ અને સૌથી નીચેની ટીમમાં વધુ કોઈ ફેર નથી. આપણે આ ટૂર્નામેન્ટમાં જોયું છે કે, ટીમો સતત ૬ મેચ જીતીને ક્વોલિફાઇ કરી ગઈ છે અને ટૂર્નામેન્ટ જીતી છે.

પૂર્વ ભારતીય પેસરે કહ્યું, દરેક સપ્તાહે પોઈન્ટ ટેબલમાં ફારફાર આવે છે. આ ટૂર્નામેન્ટ આવી છે. એક કે બે મેચ જીતવાની વાત છે અને તે પણ રોમાંચક મુકાબલા હોવા જોઈએ.

Previous articleબેડમિન્ટનઃ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં હાર્યો પ્રણોય
Next articleપરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતા ભાજપમાંથી પુત્ર રાજીનામું આપશે