સ્પેસમાં સૈન્ય તાકાત વધારશે ભારતઃ ઇસરો ૫ સૈન્ય ઉપગ્રહ લોન્ચ કરશે

596

ભારતીય સેના અને સુરક્ષાદળોની તાકાત વધારવા માટે ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ કમર કસી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે, ભારતની સેનાની નજર રાખવાની ક્ષમતા વધારવા માટે ભારત પાંચ સૈન્ય ઉપગ્રહ લોન્ચ કરશે.જેમાં ચાર રિસેટ સેટેલાઈટ  અને એક એડવાન્સ કાર્ટોસેટ ૩ પ્રકારના સેટેલાઈટનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ લક્ષ્યાંક નક્કી કરવામાં વાયુસેનાએ ઈસરોના ઉપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોનો ઉપયોગ કર્યો હતો.આ પહેલા દર વર્ષે ઈસરો દ્વારા એક કે બે મિલિટરી સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલવામાં આવતા હતા.જોકે પાક અને ચીન સાથે વધી રહેલા તનાવના પગલે ઈસરોએ આ વખતે મિલિટરી સેટેલાઈટ લોન્ચની સંખ્યા વધારી છે.

ઈસરોના ચેરમેન કે સિવાને કહ્યુ હતુ કે, આ વર્ષે કુલ ૩૩ મિશન ઈસરો પાર પાડશે.જેમાં દુનિયાના સૌથી બહેતરીન મનાતા કાર્ટોસેટ-૩ પ્રકારના સેટેલાઈટનો પણ સમાવેશ થાય છે.આ સેટેલાઈટ થકી ૦.૨ મીટર સુધીના નાના ઓબજેક્ટની પણ અંતરીક્ષમાંથી તસવીરો ખેંચી શકાશે.

જૂનના ચોથા સપ્તાહમાં આ સેટેલાઈટ લોન્ચ કરવાની સાથે સાથે રિસેટ સિરિઝના ઉપગ્રહો પણ એ પછી લોન્ચ કરાશે.જેમાં રિસેટ ૨બી પાસે વાદળ છાયા વાતાવરણમાં પણ તસવીરો લેવાની ક્ષમતા હશે.સપ્ટેમ્બરમાં જીસેટ ૨ને અવકાશમાં મોકલાશે.

એ પછી સેનાને દર બીજા દિવસે વિવિધ વિસ્તારોની જાણકારી મળતી રહેશે.

Previous articleગાંધીનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાએ રેલી કાઢી ફોર્મ ભર્યુ
Next articleછત્તીસગઢમાં નક્સલીઓનો આતંકઃ ૪ BSF જવાન શહિદ