ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ૧૭ ફોર્મ ભરાયાં

789

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગર લોકસભા બેઠક પર તા.૨૩/૪/૨૦૧૯ના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે કુલ ૧૧ લોકો દ્વારા ૧૭ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ ઉમેદવારી પત્રોનો કુલ આંક ૩૩ થયો છે. આજે રજૂ કરવામાં આવેલાં ઉમેદવારી પત્રોમાં બાબુલાલ વાલજીભાઈ મારુ-અપક્ષ, અજયભાઈ રામરતનસિંહ ચૌહાણ-અપક્ષ, ભરતભાઈ કાનજીભાઈ સોંદરવા- સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સંજયભાઈ મગનભાઈ મકવાણા-અપક્ષ, વિજયકુમાર રામાભાઈ માકડિયા-બહુજન સમાજ પાર્ટી, મનહરભાઈ નાગજીભાઈ પટેલ-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા-અપક્ષ, સાગર ભૂરાભાઈ સીતાપરા-અપક્ષ, રફીકભાઈ મહમદભાઈ સૈયદ-અપક્ષ, હરેશ બાબુભાઈ વેગડ-અપક્ષ તેમજ મુકેશભાઈ રૂપસંગભાઈ ચૌહાણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કુલ ૧૬ ઉમેદવારીપત્રો રજૂ કરાયાં હતાં. આ તમામ ઉમેદવારીપત્રોની આવતીકાલ તા.૫ એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ તા.૮ એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર હર્ષદ પટેલ દ્વારાજણાવાયું છે.

ભાવનગર લોકસભા માટે ૧૯ ઉમેદવારોએ ૩૩ ફોર્મ ભર્યા

ક્રમ         ઉમેદવારનું નામ                                          પક્ષ                        ફોર્મની

સંખ્યા

૧             ઢાપા ધરમશીભાઇ રામજીભાઇ                       વીપીપી                      ૨

૨             શિયાળ ભારતીબેન                                      બીજેપી                    ૩

૩             દીલીપભાઇ શેટા                                        બીજેપી                     ૪

૪             ઝાલા રામદેવસિંહ ભરતસિંહ                          જેેએસવીપી                    ૨

૫             ડાભી ચંદુભાઇ શામજીભાઇ                              અપક્ષ                      ૧

૬             ચંપાબેન ઝવેરભાઇ ચૌહાણ                            અપક્ષ                      ૧

૭             મારૂ બાબુલાલ વાલજીભાઇ                              અપક્ષ                    ૨

૮             વેગડ નાથાભાઇ બચુભાઇ                                આંબેડકર પાર્ટી        ૧

૯             મકવાણા સંજયભાઇ મગનભાઇ                      અપક્ષ                       ૨

૧૦         ચૌહાણ અજયકુમાર રામરતનસિંહ                        અપક્ષ                    ૨

૧૧         સૌંદરવા ભરતભાઇ કાનજીભાઇ                     એસવીપી પાર્ટી              ૧

૧૨         વિજયકુમાર રામાભાઇ માકડીયા                    બસપા                    ૧

૧૩         મનહરભાઇ નાગજીભાઇ પટેલ                       કોંગ્રેસ                     ૨

૧૪         પ્રવિણભાઇ જીણાભાઇ રાઠોડ                           કોંગ્રેસ                    ૧

૧૫         અનિરૂદ્ધસિંહ હમીરસિંહ ઝાલા                          અપક્ષ                    ૩

૧૬         સીતાપરા સાગરભાઇ ભૂરાભાઇ                      અપક્ષ                    ૧

૧૭         સૈયદ રફીકભાઇ મહમદભાઇ                          અપક્ષ                 ૨

૧૮         હરેશભાઇ બાબુભાઇ વેગડ                             અપક્ષ                    ૧

૧૯         ચૌહાણ મુકેશભાઇ રૂપશંગભાઇ                       અપક્ષ                    ૧

૩૩

Previous articleમતદાનમાં સંકલ્પ સાથે સહિ ઝુંબેશ
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી