મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

1159

મૌની રોય  બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર દેખાઇ રહી છે. તેની પ્રથમ ફિલ્મ ગોલ્ડ સફળ રહ્યા બાદ તેની પાસે અનેક ફિલ્મો હાથમાં આવી રહ ી છે. તે હાલમાં રણબીર કપુરની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તેને સૌથી  મોટી ફિલ્મ દબંગ મળી ગઇ છે. જેમાં તે આઇટમ સોંગ કરનાર છે. સલમાન ખાન દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે.દબંગ-૨ ફિલ્મમાં કરીના કપુર આઇટમ સોંગમાં દેખાઇ હતી. હવે દબંગ-૩માં મૌની રોય આઇટમ સોંગ કરનાર છે. મૌની રોય પ્રથમ વખત આઇટમ સોંગ કરી રહી નથી. તે પહેલા પણ કેજીએફમાં ગલી ગલી આઇટમ સોંગ કરી ચુકી છે. મૌની રોય બોલિવુડમાં એક કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. ટીવી સીરિયલમાં કામ કર્યા બાદ મૌની રોય અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશી હતી. હવે તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે.હાલમાં નર્મદા કિનારે થઇ રહેલા શુટિંગના સંબંધમાં વિગત સપાટી પર આવી છે. ફોટાઓ ઉપરાંત ફિલ્મના સોંગ હુડ હુડ દબંગના વિડિયો જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. મોની રોય બોલિવુડમાં એન્ટ્રી કરતા પહેલા કેટલીક મોટી ટીવી સિરિયલોમાં નજરે પડી હતી. જેમાં ક્યો કિ સાંસ ભી કભી બહુ થી અને નાગીન જેવી ટીવી સિરિયલોનો સમાવેશ થાય છે. તેની નોંધ જોરદાર રીતે લેવાયા બાદ તે હવે બોલિવુડમાં પ્રવેશી ગઇ છે. તે તમામ સ્ટાર સાથે કામ કરી રહી છે. આવનાર સમયમાં તેની પાસે વધારે કેટલીક મોટી ફિલ્મો આવે તેવી શકયતા છે.

Previous articleરિતિક રોશનની સાથે કામ કરવાનુ વાણીનુ સપનુ પૂર્ણ
Next articleકપિલ શર્મા શો પર આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિન્હાની મસ્તી!