બરવાળા ન.પા.ના કર્મચારીઓ સાતમાં પગારપંચ મુદ્દે માસ સી.એલ. પર ઉતર્યા

0
501
guj1352017-5.jpg

ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ અન્વયે બરવાળા નગરપાલિકાના કર્મચારીઓએ ગુજરાત રાજયની નગરપાલિકાના કર્મચારીઓને સાતમુ પગાર પંચ આપવા અને અન્ય સેવાકીય લાભો આપવા બાબતે તા.૧ર/૦પ/ર૦૧૭ ના રોજ ન.પા.ના કર્મચારીઓ માસ સી.એલ.ઉપર ઉતરી ગયા હતા. અને કામગીરીથી અળગા રહી સરકારની ભેદભાવવાળી નીતીથી વિરોધ વ્યકત કર્યો હતો. તેમજ કર્મચારીઓની માંગણી અંગેના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બરવાળા નગરપાલિકાના કર્મચારીઓ ધ્વારા માસ સી.એલ.માં જોડાવાના કારણે નગરજનોને જન્મમરણ પ્રમાણપત્રો, આકારણી નકલો, પ્રોપર્ટીટેક્ષ, લાઈટ, સફાઈ જેવી કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી અને શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો  હતો.ઉપરાંત રાજયની નગરપાલિકાના કર્મચારીઓ તા.૧૬/૦પ/ર૦૧૭ ના રોજ નગરપાલિકા કક્ષાએ એક દિવસના ઉપવાસ / ઘરણા યોજશે.તા.૧૯/૦પ/ર૦૧૭ ના રોજ થી રાજયની તમામ નગરપાલિકાના કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલનો કાર્યક્રમ જાહેર કરશે.
આ અંગે રાજેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળતી વિગત અનુસાર ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા આપવામાં આવેલ તા.૧ર/૦પ/ર૦૧૭ ના માસ સી.એલ.ના કાર્યક્રમમાં ૧ર૧ થી વધુની નગરપાલિકાઓના કર્મચારીઓ જોડાયા હતા.
ગુજરાત રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ ધ્વારા સરકારની ભેદભાવવાળી નિતી તેમજ સાતમાં પગાર પંચના મુદે અપાયેલ કાર્યક્રમ અન્વયે તા.૧ર/૦પ/ર૦૧૭ ના રોજ માસ સી.એલ.ના કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા સહિત રાજયની ૧ર૧ થી વધુ નગરપાલિકાના કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાવાના કારણે શહેરમાં સફાઈ ન થવાના કારણે કચરાના થર તેમજ ગટરો ઉભરાઈ જવા પામી હતી અને શહેરીજનોના પ્રમાણપત્રો,નકલો,પ્રોપર્ટીટેક્ષ વિગેરે કામો અટકી ગયા હતા જેથી નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here