ધો.૧૦ના પરિણામ પૂર્વે ખાનગી શાળાઓ દ્વારા ૧૧ માં અપાતા પ્રવેશ અંગે રજૂઆત

1254

રાજ્યભરની સાથો સાથે ભાવનગરમાં માર્ચમાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આવ્યું નથી ત્યાં ભાવનગર શહેર-જિલ્લામાં વિવિધ ખાનગી શાળાઓ દ્વારા એન્ટ્રન્સ ટેસ્ટ, સ્કોલરશીપ ટેસ્ટ તેમજ ધો.૧૧માં પ્રવેશ આપવાની કામગીરી શરૂ કરાતા એનએસયુઆઇ દ્વારા તેનો વિરોધ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી આવી કાર્યવાહી તાકીદે બંધ કરાવવાર રજુઆત કરવામાં આવી હતી.

ધો.૧૦નાં પરિણામ પૂર્વે આવી પરીક્ષાઓ લઇને ધો.૧૧માં પ્રવેશ આપવો અને ફી ઉઘરાવવી ગેર બંધારણીય અને નિયમ વિરૂદ્ધનું કાર્ય ખાનગી શાળાઓનાં મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણને એક વેપારનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું હોવાનાં આક્ષેપો એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યા હતા. ખાનગી શાળાઓ દ્વારા આવી કાર્યવાહી કરાઇ હોય તેની સામે પગલાં ભરવા એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ માંગણી કરવામાં આવેલ અન્યથા જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

Previous articleભાવ. યુનિ. દ્વારા એફ વાય વાર્ષિક પધ્ધતિની પરીક્ષાઓનું આયોજન કરવા થયેલી રજૂઆત
Next articleમહુવાના નૈપ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝબ્બે