ચિત્રા પેટ્રોલપંપ નજીક ગેસની લાઇન લીક થતા લાગેલી આગ

986

ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ગેસની લાઇનમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનાના પગલે પોલીસ, ફાયર બ્રિગેડ તથા કંપનીનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ઓમ પાર્ટી પ્લોટ સામે આવેલ રામદેવ પેટ્રોલ પંપની નજીક ગુજરાત ગેસની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન કોઇ કારણોસર લીક થતા આગ લાગી હતી. આગના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તથા ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઇ હતી અને ગેસ કંપનીને જાણ કરતાં કંપની દ્વારા ગેસ પૂરવઠો બંધ કરી દીધો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી. ગેસ કંપનીની ટીમ દ્વારા તાત્કાલીક ધોરણે ગેસની લાઇનની મરામત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Previous articleમહુવાના નૈપ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સો ઝબ્બે
Next articleપ્રોહીબીશનના ગુન્હાનાં ફરાર આરોપીને ઝડપી લેતી બોટાદ-રાણપુરની પોલીસ