અજીર્ણ- અપચો, સારવાર

1720

આજકાલ આ બિમારી ઘણી સામાન્ય બની છે. બેઠાડું (શ્રમહીન) જિંદગી અને આહારની વિષમતાની આ આડપેદાશ છે.

ચિન્હો :- પેટમાં દુખાવો, ખાધા પછી પેટ અતિશય ભારે બની જવું, સાધારણ ભોજન કર્યા પછી પણ પેટ અતિશય ભરાઈ ગયું હોય એવું લાગવું, પેટમાં જાણે ભારે પત્થર મુકી દીધો હોય એવી અકળામણ થવી, છાતીમાં બળતરા થવી, ભુખ ઓછી લાગવી, ખાવાની રૂચિ ઘટી જવી. ઉલટી અને ઉબકા થવા, ઘણીવાર ઉલટી થઈ ગયા પછી કે કરી નાખ્યા પછી પેટમાં રાહત થાય છે. ઉલટીનું પ્રવાહી અત્યંત ખાટું હોય છે. પેટમાં વાયુ થવો, મોમા દુર્ગધ અને ખરાબ સ્વાદની અસર, જીભ પર છારી જામનવી, કેટલીવર ગળુ રૂધાતુ હોય તેવી તીવ્ર વેદના થાય છે. કેટલાક દર્દીઓને સાથે કબજિયાતની તકલીફ રહે છે.ક બજિયાતને લીધે અજીર્ણની તકલીફ ઘણી વધી જાય છે.

કારણો : – આહારની વષમતા : અતિશય ખાવું, ખુબ ઝડપથી બરાબર ચાવ્યા વીના જમવું, દિવસ દરમિયાન અવાર-નવાર ખાતા રહેવું, ઉતાવળમાં મોટા મોટા કોળિયા ગળે ઉતારવા, વિરૂદ્ય્ધ આહારનું સેવન કરવું. કેટલાક ખાદ્ય પદાર્થો બરાબર રાંધવામાં ન આવે તો પણ અપચો પેદા કરે છે. ડુંગળી, ચીભડા, મુળા, કોબીજ અને વટાણા જેવો ખોરાક પણ અજીર્ણ સાથે સંકળાયેલો હોય છે. (અમુક લોકોમાં વધુ પ્રમાણ લેવાથી

બેઠાડું જીવન :- કસરત અને શારીરિક શ્રમનો અભાવ હોય તો પેટ અને આંતરડાનાં સ્નાયુઓ શિથિલ બની જાય છે અને પાચનમક્ષમતા ઘટી જાય છે.

માનસિક કારણો :- અતિશય ઈર્ષ્યા, ભય, ચિંતા અને ગુસ્સાની લાગણીઓ અજીર્ણ-અપચો પેદા કરે છે.

અન્ય કારણો :- અતિશ ધુમ્રપાન, શારબનું સેવન, બંધકોશ, અનિદ્રા વગેરે

સારવાર : – અજીર્ણ- અપચાની અસરકારક સારવાર માટે દર્દીએ જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરવા ઉપરાંત પાચનતંત્રનું શોધન કરવાની જરૂર છે. પાંચ દિવસ સુધી માત્ર ફળાહાર પર રહેવાથી સારૂ પરિણામ મેળવી શકાય છે. સફરન્જન, નાસપણી, દ્રાક્ષ, નારંગી, અનાનસ, તડબુચ, સકકરટેટી, જેવા ફળોનો આહાર દિવસમાં ત્રણ વાર લેવો.

જો અજીર્ણની તકલીફ અતિશય હોય તો કેવળ ફળાહાર કરતા અગાઉ બે- ત્રણ દિવસ તાજો ફળો અને શાકભાજીના સુપ પર રહેવું હિતાવહ છે. ફળાહારનો ગાળો પુરો થાય પછી એકાદ અઠવાડિય માટે પચવામાં હલકો હોય તેવો ખોરાક, હળવા, રાંધેલા શાકભાજી, રસાદાર ફળો, અને છાશ લેવા ત્યારપછી આખું ધાન્ય, શાક, ફળો અને સુકામેવાનું  સેવન ધીમે ધીમે શરૂ કરવું. અજીર્ણ-અપચાની સારવાર માટે ફળો ખાસ ઉપયોગી છે, ફળોમાં રહેલા રેસાતત્વો પાચનતંત્રમાં રહેલો મળ દુર કરે છે. ફળો પાણી પણ સારા  એવા પ્રમાણમાં ધરાવે છે. જે પાચનની બગડેલી પ્રક્રિયાને સુધારે છે. આમા લીંબુ ખુબ ઉપયોગી છે. લીંબુનો રસ પ્રજીવક સી ધરાવે છે. તે પાચનતંત્રમાં રહેલા હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. ઉપરાંત જઠરમાં હાઈડ્રકલોરિન એસિડનો સ્ત્રાવ પણ ઓછો કરે છે. દ્રાક્ષ પણ આવું જ ઉપયોગી ફળ છે. તે પચવામાં હલકી છે. અનાનસ અને દ્રાક્ષ પણ આવું જ ઉપયોગી ફળ છે. તે પચવામાં હલકી છે. અનાનસ  અને દ્રાક્ષ પાચનતંત્રના ટોનિક તરીકેનું કામ કરે છે. અજીર્ણ-અપચાની તકલીફ દુર કરવા માટે દરરોજ ભોજન પછી અનાનસનો અડધો પ્યાલો(તાજો રસ) લેવો.

મરી-મસાલાનો, શરાબ, ધુમ્રપાન, ચાવવાની તમાકુ, કડક ચા અને કોફી, માંસહાર, ચીઝ, મેંદાની વાનગીઓ, ડબ્બાબંધ, પ્રક્રિયાયુકત આહાર પણ દર્દી માટે હાનીકર્તા છે. દહી, છાશ વગેરે ફાયદાકારક છે.

જમતી વખતે નીચેની બાબતોનો ખ્યાલ રાખો

પ્રવાહી અને ભોજન સાથે લેશો નહીં. પાણી અન્‌ અન્ય પ્રવાહી જમવાના અડધો કલાક અગાઉ અને એક કલાક પછી જ લેવો. જો કે દુધ, છાશ અને શાકભાજીના સુપ જમતી વખતે સાથે લઈ શકાય છે.

શાંતિથી જમો, ઉતાવળ કરશો નહીં એક કોળિયો ૩૦-૪૦ વખત બરાબર ચાવો, એકરસ બનાવો અને ત્યાર પછી ગળે ઉતારો, એક કોળિયો ગળે ઉતરે પછી જ બીજા મોમાં મુકો.

પેટ ભરીને જમો નહીં પેટમાં હજુ થોડી ભૂખ સંતોષવાની બાકી રહી હોય ત્યારુે થાળી પરથી ઉભા થઈ જાઓ.

ચિંતાતુર હો,  થાકેલા હો, ઉત્તેજીન હો અથવા મિજાજ ખરાબ હોય ત્યારે કદી જમશો નહીં. આવી પરિસ્થિતિમાં આંતરડા અને જઠરની અંદરના પાચકસ્ત્રાવો ઘટી જાય છે.

ભુખ લાગે ત્યારે જ જમો, કેવળ જમવાને ખાતર જમશો નહીં. જરૂર પડે તો એકાદ ટંક ખાવાનું છોડી દો. જેથી ભુખ ખરેખર ઉપડે ત્યારે જ જમી શકાય.

યૌગિક ક્રિયાઓ : અજીર્ણ અપચાને દુર કરવા માટે (નિષ્ણાંતની સલાહ પ્રમાણે યૌગિક) ક્રિયાઓ પણ લાભદાયક છે. નિયમિત ચલાવાની કસરત કરવી, ગોલ્ફ અને તરવાની કસરત પણ ફાયદાકારક છે.

અજીર્ણનું અલપઝલપ (જરૂરી પુનરાવર્તન)

આળસ, આધુનિકરણ, અયોગ્ય આહાર આ ત્રણ અ મુખ્યત્વે અજીર્ણ (અપચો) (ઈન્ડાયજેશન) ઉત્પન્ન કરે છે., ઘણીવાર છાતીમાં બળતરા થાય- ઉબ્કા, મોળો જીવ થાય કોઈકવાર ઉલ્ટી થાય જે ખોટી ઉલ્ટી હોય, પેટમાં ગેસ (વાયુ) થાય. ઓડકારો આવ્યા કરે. મોઢામાંથી ખરાબ વાસ આવે, જીભમાં સ્વાદ ન આવે. ગળું રૂધાય, ઘણાને કબજીયાત રહે.  ઝડપથી ખાવાની ટેવ, બરાબર ચાવ્યા વિના જમવાની આદત અનિયમિત જયારે ત્યારે ખાવાની, બહારનું આચરકુચર ખાવાની કૂટેવ, મોટ મોટા કોળિયા કે બટકાં ખાવાની કુટેવ વગેરેથી અજીર્ણ થાય, બરાબર ન રાંધેલો ખોરાક, વધુ પડતા વટાણા, મુળા, ચીભડા, ડુંગળી, કોબી વગેરે ખાવાથી. બેઠાડું જીવનશૈલી અજીર્ણને અચુક આમંત્રે છે. મનોતાણ, ઈર્ષાળુ સ્વભાવ, ક્રોધ, ભયની સતત લાગણી, અપચાને આમંત્રે છે. અચુક શરાબ, ધ્રુમપાન, તમાકુ, ગુટકા, અજીર્ણ કરે છે. વારંવાર થતી કબજીયાત અજીર્ણ કરે છે. અનિદ્રાના રોગીને આ વ્યાધિ થવાની શકયતા ઘણી છે. અજીર્ણના દર્દીએ બે-ચાર દિવસ ફળો પર રહેવું. ખાસ કરીને દ્રાક્ષ, નારંગી( સંતરા, પાઈનેપલ, વગેરે ત્રણ ત્રણ કલાકે લેવા. ત્યાર બાદ ત્રણ દિવસ સુપ કેહ ળવો ખોરાક લેવો પછી છાશ, કોરી ઘી તેલ ચોપડ્યા વિનાની પાતળી રોટલી સાથે ઓછા તેલ-મરચું, મસાલા વાળા દાળ શાક અને થોડા ભાત વગેરે લેવા. લીંબુ માફક આવે તો દરરોજ વિપુલ પ્રમાણમાં ઉપયોગી કરવો. દ્રાક્ષ પણ આ વ્યાધિ માટે ઉપયોગી છે.  મરી મસાલાનો કાયમી વધુ પડતો ઉપયોગ ટાળવો, કડક ચા કફોડી ન પીવા. અતિશય ગરમ ખોરાક, ડબ્બા બંધ ખોરાક, બેકરીની આઈટમો, ચીઝ, ફાસ્ટફુડ વગેરે છોડવા. કોઈકવાર થોડા પ્રમાણમાં ખાવા. ખુબ પેટ ભરીને કદી ન જમવું. થોડી ભૂખ બાકી હોય ત્યારે જ જીભને ઠપકો આપી ખાવાનું પુરૂ કરવું. ભુખ ન લાગે તો ન જમવું. ટેનશન વધુ હોય, ઉત્તેજના હોય ત્યારે જમવાને બદલે ફળ ખાઈ લેવા. યોગાસનો અજીર્ણ દુર કરવાનો અકસીર ઉપાય છે. જે નિષ્ણાંતનો સલાહ મુજબ કરવા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅજનબી થી અજાયબીની સફર