IPLના પ્રદર્શનથી કોહલીની કેપ્ટનશીપની આકરણી કરવી ખોટી : રાજકુમાર શર્મા

649

બેંગલુરૂ સતત છ મેચ હારતા વિરાટ કોહલીની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉન જેવા દિગ્ગજ તેમને આરામની સલાહ આપી રહ્યાં છે. આ અવસર પર વિરાટના નાનપણના કોચ રાજકુમાર શર્મા તેમના બચાવમાં આવ્યા છે. તેમણે આઇપીએલના પ્રદર્શનના આધાર પર આકરણી કરવાને ખોટું ગણાવ્યું અને કહ્યું કે આ સ્ટાર બેટ્‌સમેનને વિશ્વ કપ પહેલાં આરામની જરૂર નથી.

રાજકુમાર શર્માનું કહેવું છે કે મારું માનવું છે કે આઇપીએલના પ્રદર્શનથી વિરાટની કેપ્ટનશીપની આકરણી કરવી ખોટી છે. કોહલી આંતરરાષ્ટ્રીય સ્તર પર બતાવી ચૂકયો છે કે તે ખૂબ જ સફળ કેપ્ટન છે. તેના નેતૃત્વમાં ભારત ટેસ્ટમાં નંબર વન એક ટીમ બની અને વનડેમાં ટીમ નંબર પર બે પર છે. આપણે તેની કેપ્ટનશીપમાં સતત ૧૦-૧૧ સીરીઝ જીતી છે.

રાજકુમાર શર્મા એ કહ્યું કે કેપ્ટનશીપમાં તેનો રેકોર્ડ શાનદાર છે. આઇપીએલમાં કેટલીક મેચ હારવાથી એ કહેવું ખોટું છે કે તે એક સારો કેપ્ટન નથી. તે શ્રેષ્ઠ કેપ્ટન છે જે હંમેશા સકારાત્મક કેપ્ટનશીપ કરે છે. દુર્ભાગ્યથી તેની ટીમ આરસીબી સારું પ્રદર્શન કરી રહી નથી. પરંતુ આશા છે કે આગળ તેઓ સારું રમશે. રાજકુમાર શર્મા એ માઇકલ વૉનની આ ભલામણને નકારી દીધી, જેમાં તેમણે કહ્યું હતું કે કોહલીને વિશ્વ કપ પહેલાં આરામ આપવો જોઇએ. રાજકુમારે કહ્યું કે હું વૉન સાથે સહમત નથી, વિરાટને વિશ્રામની પણ બિલકુલ જરૂર નથી.

Previous articleIPLના વ્યસ્ત કાર્યક્રમ, એરપોર્ટ પર સુઈ ગયા ધોની અને સાક્ષી
Next articleસિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં