કોહલી સતત ત્રીજીવાર ’ક્રિકેટર ઓફ ધ યર’ બન્યો

600

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બુધવારે સતત ત્રીજી વાર વિઝડન ક્રિકેટર એલ્મનૈકે ’વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર’ પસંદ કર્યો છે. કોહલીએ ૨૦૧૮માં તમામ ફોર્મેટમાં કુલ ૨૭૩૫ રન બનાવ્યા હતા. તેને ઈંગ્લેન્ડના ટૈમી બ્યૂમોન્ટ, જોસ બટલર, સૈમ કરન અને રોરી બર્ન્સની સાથે વિઝડનના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં પણ પસંદ કરવામાં આવ્યો છે.

ભારતીય કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બ્રેડમેન (૧૦ વખત) અને ઈંગ્લેન્ડના જૈક હોબ્સ (૮ વખત) બાદ વર્ષનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર ત્રણથી વધુ વખત મેળવનાર ત્રીજો ક્રિકેટર છે. કોહલીએ ભારતને ઈંગ્લેન્ડમાં મળેલા ૧-૪ના પરાજય દરમિયાન પાંચ ટેસ્ટમાં ૫૯.૩ની એવરેજથી ૫૯૩ રન બનાવ્યા અને વર્ષનો અંત પાંચ સદી સાથે કર્યો હતો.

ભારતીય મહિલા ઓપનિંગ બેટ્‌સમેન સ્મૃતિ મંધાનાને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર પસંદ કરવામાં આવી છે. મંધાનાએ ગત વર્ષે વનડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૬૬૯ અને ૬૬૨ રન બનાવ્યા હતા. તેણે મગિલાઓની સુપર લીગમાં પણ ૧૭૪.૬૮ની સ્ટ્રાઇક રેટથી ૪૨૧ રન ફટકાર્યા હતા.

અફગાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન ગત વર્ષે શાનદાર પ્રદર્શન બાદ સત બીજા વર્ષે વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી૨૦ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો છે. તેણે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૮.૮૬ની એવરેજથી ૨૨ વિકેટ ઝડપી હતી.

Previous articleસિંધુ-સાયના બાદ પ્રણય અને સમીર પણ સિંગાપુર ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં
Next articleનાદાર બનેલી જેટ એરવેઝમાં ટાટા કંપની રોકાણ કરે તેવી શક્યતા