મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં ૭૦ ટીમ દ્વારા ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાડાયા

998

લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વાહનો પર ‘‘ અમદાવાદના એક પણ મતદાર રહી ન જાય ’’ તેવા સંદેશ સાથેના સ્ટીકરો લગાવવાના અભિયાનનો પ્રારંભ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ કરાવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં ૫ લાખ વાહનો પર સ્ટીકર લગાવી મતદાન જાગૃતિના આ કાર્યક્રમને વાહનચાલકોએ આવકાર્યો હતો અને અવશ્ય મતદાનનો સંકલ્પ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, વાહનો પર સ્ટીકરો લગાવવાના અનોખા કાર્યક્રમમાં ૭૦ ટીમો જિલ્લાના અલગ અલગ સ્થળોએ કાર્યરત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદારોને પ્રેરણા મળે તે માટે આવતીકાલે શતાયુ મતદારોનું સન્માન એ.એમ.એ. ખાતે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. એટલું જ નહીં ૧૮ થી ૨૦ ની વય જૂથના ૭૫૦૦ યુવા મતદારોને ગત ૧૬ માર્ચે ગુજરાત યુનિવર્સિટી ખાતે ૧-૩૦ કલાકે ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

તે ઘટના વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં આવતી કાલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ઙસના અધિકારીઓ તેનું પ્રમાણપત્ર સેનેટ હોલ ખાતે અપાશે.

Previous articleઅરવલ્લી જિલ્લામાં આગના ૧૫થી વધુ બનાવો, રાજપુર ગામમાં ૧૦૦ મણ ઊભા ઘઉં ખાખ
Next articleકલમ-૩૭૦ મુદ્દે મહેબૂબા -ગૌતમઆમને-સામને