મશીનના સ્પેરપાર્ટની ચોરી કરતો એક શખ્સ ઝડપાયો

747

ભાવનગરના બરોતળાવ વિસ્તારમાં એક શખ્સને શંકાસ્પદ માલ-સામાન વેચવા જતા તેની પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કોઇ ઇસમ શંકાસ્પદ માલ-સામાન વેચવા જાય છે. તેવી બાતમી રાહે પોલીસને મળેલ આ બાતમીવાળી જગ્યાએ જતા મુઇનભાઇ સાદીકભાઇ કુરેશી (ઉ.વ.૨૧) રહે.વડવા માઢીયાફળી પાસે, આવેલ જેની પાસેથી ચોરી કરેલ સોડા મશીનના સ્પેરપાર્ટની ચોરેલ સ્પેરપાર્ટની કિ.રૂા.૪૪,૦૦૦ મળી આવેલ આ ઇસમે ચોરી કરેલાની કબુલાત કરી હતી. પોલીસે ૧૫ દિવસ અગાઉ વીઆઇપી ડેલા નં.૧૨૭માં સોડાના મશીન તેમજ સ્પેરપાર્ટનો વેપાર કરતો હોય તે ત્યાંની આ ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.

Previous articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી
Next articleઉમરાળાની ટીંબી હોસ્પિટલની મુલાકાતે સ્વામી નિર્દોષાનંદ