રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં નથી,ભાજપ વિરોધી પાર્ટીઓની સરકાર બનશેઃ શરદ પવાર

408

લોકસભાની ચૂંટણીને લઇને એકતરફ જ્યાં મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે બીજી તરફ રાજકીય નિવેદન રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ (દ્ગઝ્રઁ)ના પ્રમુખ શરદ પવારે એક મોટુ નિવેદન આપ્યું છે.

શરદ પવારે કહ્યું છે કે વિપક્ષનું પ્રથમ લક્ષ્ય ભાજપને ચૂંટણીમાં પરાજય આપવાનું છે. શરદ પવારે રાહુલ ગાંધીના વડાપ્રધાનને લઇને જણાવ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં નથી. એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે આશ્વત છું કે આ વખતે ભાજપ વિરોધી પાર્ટીઓની સરકાર બનશે.

શરદ પવારે કોંગ્રેસને આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦ બેઠક પર જીત મળશે. ચૂંટણી બાદ ભાજપ વિરોધી પાર્ટીઓ એકસાથે મળીને સરકાર બનાવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વડાપ્રધાન પદની ઉમેદવારીને લઇને શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે.

શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધી પીએમ પદની રેસમાં નથી. અમારો મુખ્ય હેતુ નરેન્દ્ર મોદીને હરાવવા પર છે. એનસીપી અધ્યક્ષે જણાવ્યું કે મનમોહન સિંહનો જેમ દરેક પક્ષે સ્વીકાર કર્યો હતો, તેમ આ વખતે પણ તેવો જ કોઇ ચહેરો વડાપ્રધાન બનશે.

જ્યારે શરદ પવારને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન કયા પક્ષનો હશે? તેના જવાબમાં કહ્યું કે વડાપ્રધાન કોંગ્રેસ અથવા કોઇ ગઠબંધનની પાર્ટીમાંથી બનશે. પવારે કહ્યું કે ભાજપ મોટો પક્ષ બની ભલે આવતો પરંતુ તેઓ સરકાર બનાવી શકશે નહીં. શરદ પવારે કહ્યું કે મહાગઠબંધન જેવો કોઇ શબ્દ નથી. આ માત્ર ભાજપ તરફથી ઉછાળવામાં આવ્યો છે.

Previous articleવીમાધારકો માટે સારા સમાચાર, ૧ જુલાઇથી વીમા કંપની આપશે ક્લેમ સેટલમેંટની સંપૂર્ણ જાણકારી
Next article૧૫ મી બાદ કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતની આગાહી