મોટર સાયકલ ચોરીના  આરોપીને ઝડપી પાડતી ગારીયાધાર પોલીસ

1028

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ.ચૌધરીની સુચનાં મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પી.કે.ગામેતી, શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયા, મયુરસિહ ગોહીલ તથા જે એમ ડાંગર એ રીતે નાં ગારીયાધાર ટાઉન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતાં ત્યારે પાલીતાણા રોડ અર્જુન ટોકીઝ સામે પહોચતાં સામેથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મો.સા લઇ નીકળતાં તેને ઉભો રાખી મો.સા નાં કાગળો માંગતા નહી હોવાનું જણાવતાં તેમજ મો.સા.માલીકી બાબતે પુછપરછ કરતાં ફરયું ફરયું બોલતો હોય અને મો.સા બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી સદરહું હિરો સ્પ્લેન્ડર મો.સા ચોરી અથવા તો છળકપટ થી મેળવેલ હોવાની શંકા જણાતાં  પંચો રૂબરૂ ઇસમનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ વિપુલ ઉર્ફે બાલો બાબુભાઈ સોલંકી ઉ.વ.૧૯,ધંધો હિરા ધસવાનો રહે રધુભાઇ ભરવાડનાં મકાનમાં  ભાડેથી વેલનાથ ચોક હાદાનગર લાલ ટાંકીની સામે ભાવનગર વાળો હોવાનું જણાવેલ જેથી હિરો કંપનીનું નવાં જેવું સ્પ્લેન્ડર મો સા ની કિંમત રૂ ૩૫,૦૦૦/- ઇસમની ધોરણસરની અટકાયત કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે.

Previous articleગારિયાધારમાં મેમણ-ડેની ઉજવણી
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી